Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા વર્ષે નવા યુદ્ધના મંડાણ ?
કારાકાસ તા. ૩: વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક પછી એક ૭ વિસ્ફોટ થતા હડકંપ મચ્યો છે.
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ધુમાડો જોવા મળ્યો. કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોનો દાવો છે કે તેમણે વિસ્ફોટ સમયે લડાકૂ વિમાન ઊડતાં જોયા હતા.
જોકે હજુ સુધી આ વિસ્ફોટ કોઈ હુમલો છે કે પછી અન્ય કોઈ કારણોથી વિસ્ફોટ થયા છે તેની પુષ્ટિ થઈ શકી નથી. નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહૃાો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર નવાર વેનેઝુએલાના પ્રમુખ માદુરોને સીધી ધમકી આપી ચૂક્યા છે. આટલું જ નહીં બંને દેશોએ સેનાઓ પણ ઍલર્ટ મોડમાં રાખી હતી. અમેરિકાએ હાલના દિવસોમાં વેનેઝુએલાના ઓઈલના જહાજો પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાનો આરોપ છે કે વેનેઝુએલા ડ્રગ્સની હેરફેરમાં સામેલ છે. આ મામલે હજુ સુધી અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ નવા વર્ષના પ્રારંભે જ નવા યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે વેનેઝુએલાએ કહૃાું હતું કે ડ્રગ્સની હેરાફેરીના આરોપો મુદ્દે તેઓ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ કહૃાું હતું, કે અમેરિકા યેનકેન પ્રકારેણ વેનેઝુએલામાં સત્તાપલટો કરાવવા માંગે છે. અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર સુધી પહોંચવા માંગે છે.
બીજી તરફ અમેરિકાનો આરોપ છે કે માદુરો અમેરિકામાં નાર્કો આતંકવાદ ફેલાવી રહૃાા છે. તેમના પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની સેનાએ વેનેઝુએલાના જહાજો પર હુમલા શરૂ કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, વેનેઝુએલા લાંબા સમયથી ઈરાનનું મિત્ર રાષ્ટ્ર રહૃાું છે. આ કારણથી પણ અમેરિકા સાથે તેની દુશ્મનાવટ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial