Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કિસાન સંઘ દ્વારા
ખંભાળિયા તા. ૩: ગાંધીનગરમાં તા. ૧ર-૧-ર૦ર૬ ના ભારતીય કિશાન સંઘ દ્વારા કિસાનોના અધિકાર માટે શક્તિ પ્રદર્શન હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા કિશાન કોંગ્રેસ પ્રમુખ એમ.ડી. ચોપડા તથા અન્ય હોદ્દેદારો દ્વારા આ શક્તિ પ્રદર્શનમાં જોડાવા ખેડૂતોને અપીલ કરી છે.
જિલ્લા પ્રમુખ એમ.ડી. ચોપડાએ જણાવેલ કે ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નો જેમ કે વડીલોપાર્જિત મિલકતમાં ઊભી આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટી મુક્ત આપવી, ગૌચરની જમીન માપી દબાણો દૂર કરવા, સૌની યોજના સુજલામ સુફલામ યોજના વિગેરમાં ગામોમાં વધુ તળાવો ભરાય તેવું કરવું, કેન્દ્રના ટોલનાકામાં ર૦ કિલોમીટર સુધી રહેતા લોકોને મુક્તિ આપવી, મોટાભાગની ખરીદી એમ.એસ.પી.થી કરવી તથા તેનાં ડાંગર અને કપાસની વીઘાદીઠ ખરીદીમાં વધારો કરવો, ટ્રેક્ટરની ટ્રોલી પાસીંગ તથા ટેક્સમાંથી મુક્ત કરવી, ટ્રેક્ટરને સ્ક્રેપમાં ના ગણવું, ખેડૂતો માટે ફસલ વીમા યોજના બનાવવી, પશુપાલકોને દૂધમાં લીટરે પાંચ રૂપિયા સબસિડી આપવી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ઈકો ઝોન નાબૂદ કરવો, ખેડૂતોની જે જમીનનું સંપાદન થાય તેમાં જંત્રીના કોમર્શિયલ ભાવ ગણીને વળતર ચૂકવવું, સ્કાય યોજના ફરીથી ચાલુ કરવી, વીજ ટાવર તથા અન્ય જમીનો સંપાદનમાં ઉપજાઉ ઉપદ્રુપ જમીનો બાકાત રાખવી વિગેરે મુદ્દાઓ અંગે વિધાનસભા સામે સેક્ટર ૧૭ મા શક્તિ પ્રદર્શન થશે જેમાં દ્વારકા જિલ્લો પણ જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial