Advertisement
Author: નોબત સમાચાર

કેકેઆર દ્વારા બાંગલાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી પડતો મૂકાયો

બીસીસીઆઈના નિર્દેશો પછી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩: બાંગલાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ હિંસા પછી ભારતમાં વધતી નારાજગી વચ્ચે બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને તેના બાંગલાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવા નિર્દેશ આપ્યા પછી કેકેઆર દ્વારા તેને પડતો મુકયો હોવાના અહેવાલો છે.

મુસ્તફિઝુર રહેમાન બાંગલાદેશના શાનદાર બોલરો પૈકી એક છે અને દુનિયાભરની લીગમાં તે રમતો દેખાય છે. તે આઈપીએલમાં ર૦૧૬ થી રમી રહ્યો હતો. અત્યાર સુધી બાંગલાદેશનો આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયા, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને સીએમકે માટે પણ રમી ચૂક્યો હતો. તેણે આઈપીએલમાં ૬૦ મેચમાં ૬પ વિકેટ ઝડપી હતી.

આ વખતે આઈપીએલ ર૦ર૬ માટે રમાડવા માટે તેણે હરાજીમાં કેકેઆર દ્વારા ૯.ર૦ કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો હતો, જો કે હવે વિરોધને પગલે બીસીસીઆઈના નિર્દેશ પછી તેને કાઢી મૂકવાની ફરજ પડી છે અને મીડિયા અહેવાલો મુજબ શાહરૂખ ખાનની ટીમે તેને પડતો મુકયો છે.

ઉલ્લેખનિય છે કે, કેકેઆરના માલિક શાહરૂખ ખાનને તેની ટીમ માટે બાંગલાદેશી ખેલાડીને ખરીદવા મામલે દેશદ્રોહી ગણાવતા અનેક ધર્મગુરુઓ દ્વારા ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે દેવકીનંદન ઠાકુરે એક કથા દરમિયાન કહ્યું કે, 'અમે કહ્યું હતું કે આઈપીએલમાં કોઈ બાંગલાદેશી ક્રિકેટર ન હોવા જોઈએ. અમે સર્ચ કર્યું છે, એક બાંગલાદેશી ક્રિકેટ છે જેને ખરીદવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે તેને કોણે ખરીદ્યો? તે અહીં મુંબઈમાં જ રહે છે. તે એક ટીમનો માલિક છે. અમે સાંભળ્યું છે કે તેને પાકિસ્તાન પ્રત્યે ઊંડો પ્રેમ છે. તેને હિન્દુઓને દુઃખ પહોચાડનારાઓ પ્રત્યે જ ઊંડો પ્રેમ છે. અમે તેને કહેવા માગીએ છીએ કે, જો તમે હિન્દુઓને પ્રેમ કરો છો, જો તમે ભારતને પ્રેમ કરો છો, જો તમને હિન્દુઓના મૃત્યુ પર દુઃખ છે, જો તમને તે ૬ વર્ષની બાળકીને સળગાવી દેવા પર દુઃખ છે, તો મિસ્ટર કેકેઆર (અહીં કેકેઆરના સહ-માલિક એસઆરકે, એટલે કે શાહરૂખ ખાન તરફ ઈશારો છે) તે બાંગલાદેશી ખેલાડીને પોતાની ટીમમાંથી તાત્કાલિક બહાર કરો.'

શાહરૂખ ખાનની ટીમે પડતો મુકતા મુફતફિઝુર રહેમાન હવે આઈપીએલમાં નહીં રમી શકે, તે નકકી થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh