Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટાઉનહોલમાં સાંજે ૬ વાગ્યાથી સાંસ્કૃતિક-સામાજિક સેમિનાર
જામનગર તા. ૩: જામનગરમાં સિંધી સમાજમાં ભારતીય સિંધી સભા દ્વારા 'સંસ્કાર એ જ સાચું ઘરેણું' કાર્યક્રમનું ટાઉનહોલમાં આયોજન કરાયું છે. તવી પેઢીમાં સંસ્કારો અને નૈતિક મૂલ્યોના સિંચન માટે આ સેમિનાર યોજાશે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદના સહયોગથી ભારતીય સિંધી સભા-જામનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'સંસ્કાર એ જ અમૂલ્ય ઘરેણું (સંસ્કારોની સમજ એટલે જ ઉછેર)' આ કાર્યક્રમ તા. ૪-૧-ર૦ર૬, રવિવારના સાંજે ૬ થી ૯ કલાક દરમિયાન જામનગરના ટાઉનહોલમાં યોજાશે.
નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરવાના ઉમદા હેતુથી આ સાંસ્કૃતિક અને સામાજિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરિમામય કાર્યક્રમનું ઉદ્ઘાટન એનસીપીએસઆઈ (નવી દિલ્હી) ના અધ્યક્ષ સીએ તુલસીભાઈ ટેકવાણીના હસ્તે કરવામાં આવશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય મહામંત્રી ડો. માયાબેન કોડનાણી, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકેશભાઈ લખવાણી અને મહિલા સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નલિનીબેન પોપટાણી, ઉપરાંત ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડો. દિલીપભાઈ પબરેજા અને મહિલા પ્રાંત અધ્યક્ષ અનિતાબેન ચાંગરાણી તેમજ જામનગર સિંધી સમાજના નગરસેવિકા બબીતાબેન લાલવાણી, લીલાબેન ભદ્રા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણીની ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય સિંધુ સભા જામનગરના હોદ્દેદારો ધનરાજ મંગવાણી (પ્રાંત માર્ગદર્શક), ઘનશ્યામદાસ મંગવાણી (અધ્યક્ષ મુખ્ય સંગઠન) અને મોતીભાઈ માખીજા (સેક્રેટરી) સહિત યુવા અને મહિલા સંગઠનની ટીમો જહેમત ઊઠાવે છે. કાર્યક્રમના સમાપન પછી તમામ ઉપસ્થિત મહેમાનો અને સમાજના ભાઈ-બહેનો માટે સામૂહિક ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામા આવી છે. આ તકે જામનગર સિંધી સમાજના તમામ ભાઈ-બહેનોને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial