Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયાર બંધી

ખંભાળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી  જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે અધિક  જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્વારા એક હુકમ પ્રસિદ્ધ કરી દેવભૂમિ  દ્વારકા જિલ્લામાં તા. ૦૬-૦૫-૨૪થી તા. ૦૪-૦૬-૨૪ સુધી નીચે  દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

જેમાં શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા  કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શસ્ત્રો અને ક્ષયકારી કે  સ્ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્ય અથવા તેના શબ કે અન્ય આકૃતિઓ  અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ  સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા  ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધ ફરજ પરના અધિકારીઆ-કર્મચારીઓ કે હોમગાર્ડ્ઝ, ગ્રામ  રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથિયાર રાખવાની આવશ્યકતા  હોય તેને તેમજ સરકારી અધિકારી, કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને,  જેઓને શારીરિક આસક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ  અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને,  યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય તેને, કિરપાણ  રાખેલ શીખને કે પોલીસ અધિક્ષક અથવા તેઓએ નિયુક્ત કરેલ  અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને લાગુ પડશે નહીં.  આ પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh