Advertisement
Author: નોબત સમાચાર

રૂપાલા મુદ્દે ક્ષત્રિયોનું આંદોલન યથાવત રહેવાના એંધાણ?

ડેમેજ કંટ્રોલના પર્યાપ્ત પ્રયાસો અને કેટલાક રજવાડાઓના સમર્થન છતાં

રાજકોટ / જામનગર તા. ૩: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામસાહેબની મુલાકાત લીધી, ક્ષત્રિયોના વખાણ કર્યા અને રાજી-નારાજી હોય તો પણ કોંગ્રેસને મત ન અપાય તેમ કહીને ડેમેજ કંટ્રોલના પ્રયાસો કર્યા, તો રાજકોટમાં કેટલાક રજવાડાઓએ બેઠક યોજી મોદીને સપોર્ટ આપવાના સંકેત આપ્યા પછી પણ ક્ષત્રિયોનું આંદોલન યથાવત જ રહેશે તેવા અહેવાલો આવતા ડેમેજ કંટ્રોલના પ્રયાસો પૂરેપૂરા સફળ થયા હોય તેમ જણાતું નથી.

જામનગર, જૂનાગઢ સહિતની સભાઓમાં વડાપ્રધાન મોદી જયાં સભા હોય તેની પાડોશના જિલ્લાઓના ઉમેદવારનો ઉલ્લેખ કરતા અને ઉમેદવારને હાજર રખાવ્યા, પરંતુ સુરેન્દ્રનગરની સભામાં પુરૂષોત્તમ રૂપાલા સ્ટેજ પર તો ન દેખાયા પરંતુ વડાપ્રધાને તેનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું હોવાના દાવા સાથે એવા અહેવાલો આવી રહ્યા છે કે વડાપ્રધાને રૂપાલાને ભાષામાં મહત્ત્વ નહીં આપીને તથા જામનગરમાં ક્ષત્રિયોની પ્રશંસા કરીને રૂપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યાે પરંતુ તે પૂરેપૂરા સફળ થયા નથી તેવા તારણો નીકળી રહ્યા છે. તો બીજી તરફ આંદોલનકારીઓએ આંતરીક મતભેદો, ઘણાં રાજવીઓનું ભાજપને (મોદીને) સમર્થન તથા આંદોલન અસ્મિતાના બદલે રાજકીય બની ગયું હોવાના કારણે ફેલાયેલા કન્ફયૂઝનના કારણે હવે આ આંદોલન ઠંડુ પડી રહ્યું હોવાના અભિપ્રાયો પણ વ્યકત થઈ રહ્યા છે.

જો કે, આંદોલન ચાલુ હોવાના અહેવાલો સુત્રોના હવાલે વહેતા થયા છે અને હવે આ આંદોલન સ્વયંભૂ છે અને તેના કોઈ ચોક્કસ નેતા નથી તેવા દાવા સાથે આ આંદોલન હવે ક્ષત્રિય સમાજના ઘરે ઘરે જઈને ભાજપ વિરોધી મતદાન કરવાનું રહેશે તેમ જ ભાજપે રૂપાલાની ટિકિટ નહીં કાપતા આ સ્થિતિ ઉભી થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપ કે મોદી સામે ક્ષત્રિયોને વાંધો નહીં હોવાથી જ મોદીની છેલ્લા બેે દિવસની સભાઓમાં વિરોધ પ્રદર્શનો થયા નથી પરંતુ ચૂંટણીમાંથી રૂપાલાને નહીં હટાવાતા ભાજપ વિરોધી વલણ અપનાવાઈ રહ્યું હોવાની ચોખવટો પણ વહેતી કરવામાં આવી રહી છે અને ધર્મરથોનું ઠેર ઠેર સ્વાગત થયું હોવાનો દાવો પણ થઈ રહ્યો છે અને ઠેકઠેકાણે ભાજપ વિરોધી મતદાન કરવાના શપથ લેવાયા હોવાનું જાહેર કરાઈ રહ્યું છે. બીજી તરફ મોદીના ગુજરાત પ્રવાસ પછી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હોવાના વળતા દાવા પણ થઈ રહ્યા છે ત્યારે જોઈએ શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh