Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી હવેલીનું આયોજન
દ્વારકા તા. ૩: દ્વારકામાં આવતીકાલ તા.૪ અને શનિવારે શ્રી પ્રાગટ્ય મહોત્સવ આયોજીત જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ૪૭ મો પ્રાકટ્ય મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે શનિવારે સાંજે પાંચ વાગ્યે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ગોમતીઘાટના મહાપ્રભુજી બેઠકથી મહાપ્રભુજીની વરણાંગી ભજન, કીર્તન અને સાંજીદાઓ સાથે નીકળશે. જે નગરના રાજમાર્ગો શાક માર્કેટ, ત્રણબત્તી, તથા નવી હવેલી વગેરેથી નીકળશે. નવી હવેલીમાં વૈષ્ણવ સમાજ વરણાંગીનું સ્વાગત-દર્શન કરશે. જ્યારે નવી હવેલીના શ્રી કાલીન્દી વહુજી મહારાજ વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે અને મહાપ્રસાદનું વિતરણ કરશે.
વલ્લભાચાર્યજીના આ મહાપ્રસંગે દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), અનુપમભાઈ બારાઈ, ઈશ્વરભાઈ ઝાખરિયા, દિપકભાઈ સોનૈયા, ધનસુખભાઈ બારાઈ સહિતના વૈષ્ણવો ઉપસ્થિત રહેશે.
સવારે ૧૦ કલાકે નવી હવેલીમાં કાલિન્દીવહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાસનું વિતરણ થશે. સાંજે ગોમતીઘાટ ઉપરની બેઠકમાં પણ પાઠ-પૂજન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial