Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્લોબલ વોર્મિંગના કારણે વધી રહ્યું છે જોખમ
નવી દિલ્હી તા.૦૩: રણપ્રદેશ યુએઈમાં ભારે વરસાદ યથાવત છે. યુએઈમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. અને તેના સંદર્ભે દુબઈમાં બે દિવસની જાહેર રજાની સૂચના અપાઈ છે.
ગત મહિને સાંબેલાધાર વરસાદ અને વિનાશકારી વાવાઝોડાએ સંયુક્ત અરબ અમીરાતને ધમરોળ્યા બાદ મે મહિનાના પ્રારંભમાં ફરી એક વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. સૂકાભઠ્ઠ રણપ્રદેશ એવા યુએઈમાં હવામાન વિભાગે શુક્ર અને શનિવારની વરસાદની આગાહી કરી છે. જેથી બે દિવસ જાહેર રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. બે દિવસ વરસાદ ખાબક્યા બાદ યુએઈના હવામાન વિભાગે નવા આંકડા જાહેર કર્યા છે. આગામી અઠવાડિયામાં હવામાન સારું રહે. તેવી શક્યતા વ્યક્ત કરી છે.
દુબઈમાં આજે તાપમાન સારું હોવાનું નોંધાયું છે. જોકે, આમ છતાં વરસાદની શક્યતા તો સેવાઈ જ રહી છે. વધુમાં શુક્રવારથી રવિવાર સુધી અબુધાબી, દુબઈ, શારજાહ અને અજમાનના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
સંશોધકોએ મંગળવારના તોફાન જેવી જ હવામાનની ઘટનાઓને આબોહવા પરિવર્તન સાથે જોડી છે. અને આગાહી કરી છે કે ગ્લોબલ વોર્મિંગ ઊંચા તાપમાન તરફ દોરી જશે અને ખાડી વિસ્તારના ભાગોમાં પૂરનું જોખમ વધશે. યુએઈ જેવા દેશોમાં ભારે વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ તેમના પૂરના વધુ જોખમમાં મૂકી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial