Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓળખ ગુપ્ત રખાઈઃ સીવી આનંદ બોઝે કહ્યું 'સત્ય જીતશેઃ
કોલકાતા તા. ૩: પશ્ચિમ બંગાળમાં રાજભવનની મહિલા કર્મચારીએ રાજ્યપાલ પર છેડતીનો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. પોલીસ દ્વારા મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. રાજ્યપાલે કહ્યું, 'સત્યનો જ વિજય થશે'
એક મહિલા કર્મચારીએ પ. બંગાળના રાજ્યપાલ પર છેડતીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. મહિલાનો આરોપ છે કે રાજ્યપાલે તેને તેના બાયોડેટા સાથે રાજભવનની ચેમ્બરમાં આવવા કહ્યું, જ્યાં તેની છેડતી કરવામાં આવી. મહિલાએ વધુમાં કહ્યું કે તેમણે આ અંગે પહેલા રાજભવન સ્થિત ચોકી પર તૈનાત પોલીસકર્મીઓને ફરિયાદ કરી હતી. ત્યાંથી તેને પોલીસ સ્ટેશન જવાનું કહેવામાં આવ્યું.
મળી રહેલા અહેવાલો મુજબ કોલકાતા રાજભવનની એક હંગામી મહિલા કર્મચારીએ રાજ્યપાલ ડો. સીવી આનંદ બોઝ પર છેડતીનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર મહિલા ગુરુવારે સાંજે લગભગ ૭ વાગે હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ગઈ હતી અને રાજ્યપાલે તેની બે વખત છેડતી કરી હોવાનો દાવો કરતી લેખિત ફરિયાદ નોંધાવી હતી. પહેલી ઘટના ગત્ ર૪ એપ્રિલે બની હતી જે પછી ગુરુવારે સાંજે ફરી તેની છેડતી કરવામાં આવી હતી. તેના પર રાજભવને કહ્યું છે કે સત્યની જીત થશે. પોલીસ દ્વારા મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે મહિલા ર૦૧૯ થી રાજભવનમાં હંગામી ધોરણે કામ કરી રહી છે. તે રાજભવન સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહે છે.
બીજી તરફ તૃણમુલ કોંગ્રેસે આ અંગે રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે. બંગાળના નાણા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને પાર્ટીના નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે જ્યાં એક તરફ વડાપ્રધાન મોદી મહિલા શક્તિની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યપાલ મહિલાઓનું અપમાન કરી રહ્યા છે. બંગાળની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરતી પર કેવા પ્રકારની ઘટના બની રહી છે? દરમિયાન તૃણમુલના રાજ્યસભા સભ્ય સાગરિકા ઘોષે કહ્યું કે આ ઘટના ચોંકાવનારી,ભયજનક અને શરમજનક છે.
બીજી તરફ ત્રિપુરાના પૂર્વ ગવર્નર અને બીજેપી નેતા તથાગત રોયે કહ્યું કે, સંદેશખાલીની ઘટના અને ભ્રષ્ટાચાર પરથી ધ્યાન હટાવવા માટે આવી રણનીતિ અપનાવવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસ રાષ્ટ્રપતિ અને સુપ્રિમ કોર્ટને જાણ કરી શકે છે. અહીં રાજ્યપાલે પણ મોડી સાંજે મહિલાના આરોપોનો જવાબ આપ્યો હતો. ગવર્નર બોસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'સત્યની જીત થશે. હું ષડ્યંત્રથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો ઈચ્છે છે, તો ભગવાન તેમનું ભલું કરે, પરંતુ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામેની મારી લડાઈને નહીં રોકી શકો.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial