Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩: ખંભાળીયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં હાલ ઉનાળો ચાલતો હોય તથા રકતદાતા ઓછું રકતદાન કરતા હોય બ્લડ બેંકમાં લોહીની અછત ઉભી થતાં તથા થેલેસેમીયાના દર્દીઓને પણ પરેશાની થતાં હોસ્પિટલ બ્લડ બેંકના ડો. લખમણ કનારા, તન્નાભાઈ, જોશીભાઈ વગેરેની અપીલ રકતદાનની થતાં ખંભાળીયા પાલિકા બગીચામાં રોજ સવારે-સાંજે મોર્નીંગ ઈવનીંગ વોકમાં નીકળતા ગાર્ડન ગ્રુપ ફ્રેન્ડઝના સદસ્યોને માનવતાપૂર્ણ કાર્યમાં સામૂહિક મદદ કરવાની ઈચ્છા થતાં માત્ર ટૂંકા સંદેશની રકતદાન કેમ્પ યોજયો અને વહેલી સવારે છ વાગ્યાથી રકતદાન શરૂ કરાયું ને ૯-૩૦ વાગ્યા સુધીમાં ૧૦૧ બોટલ એકત્ર થઈ ગઈ હતી. વર્ષોથી બ્લડ બેંકમાં કામ કરતા કર્મચારીઓએ જિંદગીમાં પહેલો આટલો વહેલી કેમ્પ જોયો હતો.
ગાર્ડન ફ્રેન્ડઝ ગ્રુપના સદસ્યોએ પોતે તથા પોતાના મિત્રોને જાણ કરતા તથા મોર્નીંગ વોકમાં આવેલા અનેક સેવાભાવીઓ પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતાં. બ્લડ બેંકને પ૦-૬૦ બોટલની આશા સામે ૧૦૧ બોટલ થઈ ગઈ હતી ૧૦-૧ર વ્યક્તિઓને પરત જવું પડ્યું હતું.
સ્વાસ્થ્યની ચિંતા માટે મોર્નીંગ વોકમાં નીકળતા ગ્રુપનું દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતા માટે રકતદાનની પ્રવૃત્તિ ખૂબ જ પ્રશંસનીય રહી હતી શહેરમાં ગાર્ડન ફ્રેન્ડ ગ્રુપનું આ કાર્ય સરાહનીય બન્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial