Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા
ખંભાળિયા તા. ૩: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૪ મે ના સુદર્શન સેતુમાં બાઈક રેલી તથા તા. પ મે ના ખંભાળિયામાં રન ફોર વોટનું આયોજન થયું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા. ૪-પ-ર૦ર૪ ના સુદર્શન સેતુમાં બાઈક રેલી તથા તા. પ-પ-ર૦ર૪ ના ખંભાળિયામાં 'રન ફોર વોટ' દોડના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ કાર્યક્રમમાં સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલે કાર્યક્રમની વિગત જણાવતા કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૭ મે ના મતદાન થવાનું છે. જે અન્વયે નાગરિકોમાં મતદાન જાગૃતતા કેળવાઈ તેમજ નાગરિકો મહત્તમ મતદાન કરવા પેરાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા. ૪-પ-ર૦ર૪ ના સવારે ૭ કલાકે ઓખાથી સુદર્શન સેતુ થઈ ઓખા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત તા. પ-પ-ર૦ર૪ ના ખંભાળિયામાં સવારે સાત કલાકે 'રન ફોર વોટ' દોડનું આયોજન કરવામાં આવશે, જેમાં દોડ પ્રાંત કચેરી ખંભાળિયાથી શરૂ થઈ બસ સ્ટેશન, જી.વી.જે. હાઈસ્કૂલ, નગર ગેટ, શરદા સિનેમા રોડ, બેઠક રોડ થઈને પ્રાંત કચેરી ખંભાળિયામાં પરત ફરશે.
આ તકે બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા, ચૂંટણી શાખાના મામલતદાર નેહા સોજીત્રા, સ્વીપ નોડલ અધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial