Advertisement
Author: નોબત સમાચાર

સેન્સેક્સ ઓલટાઈમ હાઈ ૭૫ હજારની સપાટીને આંબ્યા પછી ૭૨૨ પોઈન્ટ તૂટ્યો

નિફટી ૫૦માં ઓલટાઈમ હાઈ, ૨૨.૭૯૪ની સપાટીએ પહોંચ્યા પછી વધ-ઘટઃ

મુંબઈ તા. ૩: આજે સવારે સેન્સેક્સ અને નિફ૮ી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા પછી સેન્સેક્સમાં ઘટાડો અને નિફટીમાં ઘટાડા પછી વધ-ઘટ જણાઈ હતી.

શેરબજારમાં મોટાભાગના સ્ક્રીપ્સના ઉંચા ભાવેથી વેચવાલી નોંધાવી રોકાણકારો દ્વારા પ્રોફીટ બુક કરવામાં આવતા સેન્સેક્સ અને નિફટી નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ આજે ૭૫ હજારની સપાટીએ ખૂલ્યા બાદ ઉંચામાં ૭૫૦૯૫.૧૮ પોઈન્ટ સુધી વધ્યો હતો. જો કે, બાદમાં વધ્યા મથાળેથી ૭૨૨.૮૩ પોઈન્ટ તૂટી ૭૪૩૭૨.૩૫ થયો હતો.

નિફટીએ આજે ૨૨૭૬૬ના સ્તરે ખૂલ્યા બાદ ૨૨૭૯૪.૭૦ની ઓલટાઈમ સપાટી નોંધાવી હતી. જો કે, ત્યારબાદથી ૨૦૧.૬ પોઈન્ટ ઘટી ૨૨૫૯૩.૧૦ થયો હતો. ૧૦.૩૭ વાગ્યા સુધીમાં ૭.૦૫ પોઈન્ટના નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈમાં કુલ ૧૬૪ સ્ક્રીપ્સમાં લોઅર સર્કીટ વાગી હતી. જ્યારે ૭ શેરો વર્ષના તળીયે પહોંચ્યા હતા. બીજી બાજુ ૨૧૭ શેરો વર્ષની ટોચ અને ૨૨૯ શેરો અપર સર્કીટ સાથે કારોબાર થઈ રહ્યા હતા. માર્કેટ બ્રેડથમાં ૫૦-૫૦નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અર્થાત વોલેટિલીટી વધી છે.

સવારના ટ્રેડીંગ સેશનમાં અજંતા ફાર્મા, આઈએફસીઆઈ, ભેલ, પિરામલ ફાર્માના શેરોમાં વોલ્યુમ વધતા ટોપ ગેઈનર્સ તરીકે ઉભી આવ્યા હતા. બીજી બાજુ વોલ્ટાસ, કોફોર્જ, એગ્રી ગ્રીન ટેક્, લોય્ડ એન્જિનિયરીંગ્સના શેરોમાં ૯ ટકા સુધીનું ગાબડુ નોંધાયું હતું.

લગભગ એક સપ્તાહથી વધુ સમયથી રોજ નવી ટોચ બનાવનાર ભારતી એરટેલના શેરમાં હવે પ્રોફીટ બુકીંગ શરૂ થયું છે. ૧૦.૪૪ વાગ્યા સુધીમાં ભારતી એરટેલનો શેર ૧.૮૧ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબો ૧.૩૦ ટકા, નેસ્લે ઈન્ડિયા ૦.૯૫ ટકા, મારૂતી ૦.૭૪ ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યા છે. સેન્સેકસ પેકની બજાજ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એનટીપીસીના શેરોમાં ૧.૨૨ ટકાથી ૪.૫૬ ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા સમાચાર પ્રમાણે ૧૦૦૦થી વધુ સેન્સેક્સમાં ગાબડાના અહેવાલ મળ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh