Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીને ફડાકો ઝીંકાયોઃ વેપારીઓ પોલીસ મથકે દોડી ગયાઃ
જામનગર તા. ૩: દ્વારકામાં દુકાન ચલાવતા એક આસામીને જણાવ્યા વગર જ ત્રણ શખ્સે દુકાનમાંથી રૂા.ર૦૦ ના પડીકા ઉપાડી ચાલતી પકડી લીધી હતી. તેની પાછળ ગયેલા દુકાનદારે પૈસા આપવાનું કહેતા આ શખ્સોએ દુકાનદારને ફડાકો ઝીંકી ગાળો ભાંડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવના પગલે વેપારી આગેવાનો પોલીસ મથકે દોડી ગયા હતા. વેપારી કમ પત્રકારની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી ત્રણેય શખ્સની શોધ હાથ ધરી છે.
દ્વારકા શહેરમાં સિદ્ધનાથ મંદિર પાસે રહેતા અને મહાજન બજારમાં દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ નવનીતલાલ કક્કડ નામના લોહાણા વેપારી ગઈકાલે પોતાની દુકાને હતા ત્યારે બપોરના સમયે ઘરાકી ન હોવાથી તેઓ દુકાનની ઉપરના ભાગે રાખવામાં આવેલા સામાનને કાઢવા માટે ગયા હતા. આ વેળાએ નીચે દુકાનમાંથી ત્રણ શખ્સ નમકીનના કેટલાક પડીકા ઉપાડીને ચાલ્યા ગયા હતા.
તે પછી મહેન્દ્રભાઈને અન્ય ગ્રાહકે તેની વાત કરતા દુકાનમાંથી અંદાજે રૂા.૨૦૦ના નમકીનના પડીકા ઉપાડી લઈ ત્યાંથી ચાલતી પકડી લેનાર ત્રણેય શખ્સનો દુકાનદારે પીછો કર્યાે હતો અને એક હોટલ પાસે તેઓને આંતરી લીધા હતા. ત્યાં તેઓએ પૈસાની માગણી કરતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સે ગાળો ભાંડી મહેન્દ્રભાઈને ફડાકો ઝીંકી દીધો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ માટે મહેન્દ્રભાઈ તથા અન્ય વેપારી આગેવાનો દ્વારકા પોલીસ મથકે દોડી ગયા હતા. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને પણ વાકેફ કરાયા હતા. ત્યારપછી પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદ પરથી આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, ૩૮૨ હેઠળ ગુન્હો નોંધી ત્રણેય શખ્સના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial