Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક જિલ્લાઓમાં હિટવેવઃ બપોર ટાણે બહાર નહીં નીકળવા સલાહઃ
અમદાવાદ તા. ૩: રાજ્યમાં કાળઝાળ ગરમી અને હિટવેવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની તંત્રે સલાહ આપી છે. ચાર દિવસ સુધી રાજ્યના અમુક ભાગોમાં હિટવેવની આગાહી પણ થઈ છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે જેમાં ચાર દિવસ રાજ્યના અમુક ભાગોમાં હિટવેવની આગાહી છે. તેમાં પોરબંદર અને ભાવનગર તેમજ કચ્છ, વલસાડમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે તથા સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન ૪૨ ડિગ્રી તેમજ અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રી, ભુજમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન રહ્યું છે.
કંડલામાં ૪૦.૨ ડિગ્રી, અમરેલીમાં ૪૦.૬ ડિગ્રી તથા રાજકોટમાં ૪૦.૩ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૨ ડિગ્રી તાપમાન છે. તેમજ બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. રાજ્યના ૮ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર નોંધાયું છે જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે તથા અમદાવાદમાં તાપમાન ૪૧.૪ ડિગ્રી નોંધાયું છે. ગરમી વધતા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા તંત્રની સલાહ છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા તાપમાન વિશે જાણીએ તો તેમાં અમદાવાદ ૪૧.૪ ડિગ્રી, ડીસા ૪૦.૭ ડિગ્રી, ગાંધીનગર ૩૯ ડિગ્રી વડોદરા ૩૯.૬ ડિગ્રી તથા ભુજ ૪૦.૬ ડિગ્રી તથા કંડલા ૪૦.૨ ડિગ્રી અને અમરેલી ૪૦.૬ ડિગ્રી તથા રાજકોટ ૪૦.૩ ડિગ્રી અને સુરેન્દ્રનગર ૪૨ ડિગ્રી તાપમાન રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial