Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોટબંધી પછી એટીએમની સંખ્યા માત્ર ૩પ હજાર જ વધીઃ
મુંબઈ તા. ૩: અન્ય બેંકના એટીએમમાંથી ઉપાડની ફી વધીને રૂા. ર૦ થી ર૩ થઈ શકે છે. આ અંગે લોકસભાની ચૂંટણી પછી સત્તાવાર જાહેરાતની શક્યતા છે. રિઝર્વ બેંક અને એટીએમ ઉદ્યોગ પરિસંઘ વચ્ચે તાજેતરમાં બેઠક મળી હતી. તેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતાં.
લોકસભાની ચૂંટણી પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવાનું મોંઘુ થઈ શકે છે. એટીએમ એટલે કે ઓટોમેટિક ટેલર મશીન પર થતા ખર્ચ અંગે હવે બેન્કીંગ સેક્ટરમાં નવેસરથી વિચારણા થઈ રહી છે. જે મુજબ હવે બીજી બેંકના એટીએમથી નાણા ઉપાડવા અથવા તો લેણદેણ કરવા ઉપર ફી (ઈન્ટરચેંજ શુલ્ક) વધારીને રૂા. ર૦ થી રૂા. ર૩ થઈ શકે છે.
આ ઉપરાંત વધુ રોકડ નાણા ઉપાડવા ઉપર પણ વધારાની સુવિધા શુલ્ક લેવામાં આવી શકે છે. જે વિસ્તારમાં બેંકોની શાખાઓ ઓછી હોય અથવા તો એટીએમ ઓછા છે ત્યાં ફી ઓછી રાખવા અંગે પણ વિચારણા થઈ રહી છે. જેથી પ્રત્યક્ષ લાભ અંતરણ (ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર) ના લાભાર્થીઓ એટીએમમાંથી સરળતાથી રકમ ઉપાડી શકે.આ અંગે રિઝર્વ બેંક દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે.
બેન્કીંગ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએમ ઉદ્યોગ પરિસંઘ અને રિઝર્વ બેંક વચ્ચે તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. ફીની સમીક્ષાનો અહેવાલ એવા સમયે આવ્યો છે કે, જ્યારે સપ્ટેમ્બર ર૦ર૩ થી માર્ચ ર૦ર૪ સુધી ૪પ,૦૦૦ નવા એટીએમ અને કેશ રિસાઈક્લીંગ મશીનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પૂર્વેના છ માસની તુલનાએ આ ઓર્ડર છ ગણો છે. આ સંખ્યા નવેમ્બર ર૦૧૬ માં નોટબંધીના સમયથી આજ સુધી દેશમાં લગાવામાં આવેલા એટીએમથી પણ વધુ છે.
નોટબંધીના સમયે દેશમાં અંદાજે ર.રપ લાખ એટીએમ હતાં અને હાલમાં આ સંખ્યા ર.૬૦ લાખ છે. એટલે કે છેલ્લા સાત વર્ષમાં દેશમાં એટીએમની સંખ્યામાં ૩પ,૦૦૦ નો જ વધારો થયો છે.
એટીએમ ઈન્ટરચેંજ શુલ્ક વ્યવસ્થાની સમીક્ષા માટે ઈન્ડિયન બેંકસ એસોસિએશનના તત્કાલિન સીઈઓ વી.જી. કન્નના વડપણ હેઠળની સમિતિએ રર ઓક્ટોબર ર૦૧૯ ના અહેવાલ સુપરત કર્યો હતો. ખાતેદાર જ્યારે બીજી બેંકના એટીએમમાંથી કાર્ડથી લેવડદેવડ કરે છે ત્યારે ઈન્ટરચેંજ શુલ્ક વસૂલવમાં આવે છે. જે અગાઉ રૂા. ૧પ પ્રતિ લેવડદેવડ હતો. જે ૧ ઓગસ્ટ ર૦ર૧ થી વધારીને રૂા. ૧૭ કરવામાં આવ્યો હતો. નાણાકીય લેવડદેવડ વગરના વ્યવહાર ઉપર ફી રૂા. પ હતી તે વધારીને રૂા. ૬ કરવામાં આવી છે. ર૦૧ર માં એટીએમ ઈન્ટરચેંજ ફી રૂા. ૧૮ હતી તે પાછળથી ઘટાડીને રૂા. ૧પ કરવામાં આવી હતી.
એટીએમ સેન્ટરની જગ્યાનું ભાડું, ઈંધણના ખર્ચ, રોકડ રકમ ભરવાની ફી અને ગૃહમંત્રાલયની સુરક્ષા શરતોનું પાલન કરવાના કારણે ખર્ચો વધ્યો છે. રૂા. ર૦૦૦ ની ચલણી નોટ બંધ કરવામાં આવ્યા પછી હવે એટીએમમાં પણ વધુ સંખ્યામાં ચલણી નોટો ભરવી પડે છે. ઉદ્યોગ ઈન્ટરચેંજ ફી વધારીને રૂા.ર૦ કરવા માટે તૈયાર હતો પણ એમ મનાય છે કે હવે કેસેટ બદલવાનો ખર્ચ વસૂલવા માટે ફી વધારીને રૂા. ર૩ કરવામાં આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial