Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેન્જ આઈજીએ સુરતના ડીસીપી અંગે પાઠવ્યો રિપોર્ટઃ
જામનગર તા. ૩: જામનગરમાં વડાપ્રધાનની ગઈકાલે યોજાયેલી સભા પહેલાં ગોઠવાયેલા ચૂસ્ત બંદોબસ્ત અંંગે બુધવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું જેનું સુપરવિઝન રેન્જ આઈજીએ કર્યંુ હતું તેમાં ખોડિયાર કોલોની રોડ પર સુરક્ષા વ્યવસ્થામાં કેટલીક ચૂક જોવા મળતા ત્યાં બંદોબસ્તની જવાબદારી જેમને સોંપાઈ હતી તે સુરતના ડીસીપી અંગે રેન્જ આઈજીએ ડીજીપીને રિપોર્ટ પાઠવ્યો છે.
જામનગરમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવામાં આવી હતી. તેઓ ગઈકાલે સાંજે એરફોર્સ સ્ટેશન આવ્યા પછી રોડ માર્ગે સાતરસ્તા નજીક પ્રદર્શન મેદાનમાં સભા સ્થળે આવી પહોંચ્યા હતા. તેઓના આગમન પહેલાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી.
જામનગર જિલ્લા પોલીસ ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ ટીમ પણ બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવી હતી. વડાપ્રધાનના આગમનના આગલા દિવસે એસપીજી કમાન્ડોની દેખરેખમાં રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. તેની સાથે જ રેન્જ આઈજીએ ૧૦ આઈપીએસ અધિકારીઓની બેઠક બોલાવી તેઓને સુરક્ષા બંદોબસ્તની જુદી જુદી જવાબદારીઓ સોંપી હતી. જેમાં સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમે બેદરકારી રાખી હોવાની નારાજગી વ્યક્ત કરી રેન્જ આઈજીએ ડીજીપીને રિપોર્ટ કર્યાે છે.
બુધવારે સાંજે કરાયેલા રિહર્સલ વેળાએ એરફોર્સ સ્ટેશનથી ખોડિયારકોલોની તથા સંતોષી માતાના મંદિર સુધીના રોડ પર બંદોબસ્તની જવાબદારી સુરતના ડીસીપીને સોંપવામાં આવી હતી પરંતુ જ્યારે રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે આ સ્થળે બંંદોબસ્ત અને પોઈન્ટ બેરીકેડની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ ન હોવાનું સુપરવિઝનમાં રહેલા રેન્જ આઈજીએ નિહાળ્યા પછી તે બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી અને ત્યારપછી વીવીઆઈપી બંદોબસ્તમાં બેદરકારી કેમ રાખવામાં આવી તે અંગે નારાજગી વ્યક્ત કરી રાજ્યના ડીજીપીને રિપોર્ટ કર્યાે છે. જ્યારે સુપરવિઝન કરવામાં આવતું હતું ત્યારે પોલીસ કર્મચારીઓને નિયમ મુજબ ૭૦ ટકાની સંખ્યામાં બેરીકેડની અંદર અને ૩૦ ટકા સ્ટાફને બેરીકેડની બહાર રાખવાના હોય છે પરંતુ રિહર્સલમાં તેમ ન થયું હોવાનું રેન્જ આઈજીએ નોંધમાં લીધુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial