Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં તૂટીફૂટી ગયેલા ત્રણ માર્ગાેનું નવનિર્માણઃ રાહતની લાગણી

ખંભાળિયા તૉ ૩: ખંભાળિયા શહેરમાં પાલિકા દ્વારા ત્રણ સ્થળે ડામર રોડ તૂટી ગયેલા, ખાડા પડેલા તે નવા બનાવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.

ખંભાળિયા શહેરમાં પ્રવેશતા વેલકમ ગેઈટ પાસે રસ્તો ખરાબ થઈ ગયેલો જેમાંનો કેટલોક ભાગ નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવતો હોય, લાંબો સમય આ રસ્તો અટકેલો હતો જે અંગે નિરાકરણ લાવીને તાજેતરમાં બંને તરફનો શહેરમાં પ્રવેશતો રસ્તો ડામર રોડનો નવો કરીને છેક દ્વારકા બાયપાસ તથા જામનગરથી આવતા નેશનલ હાઈવે સુધી જોડીને નવો બનાવતા લોકો તથા વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ જવા પામી છે.

ખંભાળિયામાં રોકડીયા હનુમાન પાસે શારદા સિનેમા રોડને જોડતો એક નાનો રસ્તાનો ભાગ બિસ્માર હતો તથા બંને તરફ મોટી કડ આવતી હતી તે પણ નવો બનાવાયો હતો તો રોકડીયા હનુમાનથી જોધપુર ગેઈટ, કિશોરભાઈ દત્તાણીની દુકાનવાળો રોડ પણ નવો બનાવાયો છે જેથી જર્જરીત રોડમાંથી લોકોને પરેશાની ન થાય.

પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા તેમની ટીમ, પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર નંદાણીયાભાઈ તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh