Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપડા, સ્યુસાઈડ નોટ એફએસએલમાં મોકલાયાઃ
ખંભાળિયા તા. ૩: ભાણવડમાં આવેલી એક હોસ્ટેલમાં થોડા દિવસ પહેલાં ધો.૯માં ભણતી એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તે મામલાની સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન એસપીએ સીટની રચના કરી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈએ તપાસનો દૌર સંભાળ્યો છે. વિદ્યાર્થિનીના કપડા, સ્યુસાઈડ નોટ એફએસએલમાં મોકલાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં ધો.૯માં અભ્યાસ કરતી સેજલબેન રૂડાભાઈ કોડીયાતર નામની રબારી કિશોરીએ ભાણવડમાં જ આવેલી શિવકૃપા હોસ્ટેલમાં એક ઓરડામાં રહેલા પંખામાં દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો. તેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આત્મહત્યાના આ કેસની તપાસ માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ સૂચના આપતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ બ્રહ્મભટ્ટ, પીએસઆઈ નોઈડાએ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી હતી. આ વિદ્યાર્થિનીએ નોટબુકના પાનામાં લખેલી સ્યુસાઈડ નોટ તેમજ તેણીના વસ્ત્રો અને દુપટ્ટો વગેરે વસ્તુઓ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવી છે.
ઉપરોક્ત બનાવ અંગે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ કેટલીક કુશંકાઓ અને વાતો ફેલાતા દ્વારકાના એસપીએ આત્મહત્યાના આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ માટે સીટની રચના કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial