Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી

વાદળોની આવન-જાવન વચ્ચે

જામનગર તા. ૩: જામનગરમાં વાદળોની આવન - જાવન વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં ગત બે દિવસની વાદળોની આવન - જાવન જોવા મળી રહી છે. જેના પગલે ધરતી પર ક્યારે તડકો તો ક્યારેક છાંયડો જોવા મળતો હતો.

નગરમાં વાદળોના અવાગમન વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. જ્યારે ૧.૫ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેતા અને પવનની ગતિમાં થયેલા ઘટાડાના પગલે ખાસ કરીને બપોરના સમયે જનતાએ આકરા તાપનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં શુક્રવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમ્યાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૨ ટકા વધીને ૮૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૨૫ થી ૩૦ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh