Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ૧૪૫૬ ખેડૂતો ખેતઉત્પાદકો લઈને પહોંચ્યા
જામનગર તા. ૬: જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂ, ધાણા, રાયડો વગેરેની સારી આવક થઈ રહી છે. ગઈકાલે યાર્ડમાં ૧૪૫૬ ખેડૂતો ગુણીનો જથ્થો લઈને આવ્યા હતાં હાપા માર્કેટ યાર્ડ (જામનગર)માં વિવિધ જણસીઓની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે. ગઈકાલે રાયડાની ૮૩૬ ગુણી એટલે કે ૨૦૯૦ મણની આવક થવા પામી હતી. અને ભાવ રૂ. ૯૫૦થી ૧૦૪૩નો પ્રતિમણનો રહ્યો હતો. જયારે જીરૂની ૩૫૫૧ ગુણી એટલે કે ૧૦૬૫૩ મણની આવક થઈ હતી. જેના ભાવ રૂ. ૩૨૦૦થી ૪૦૦૫નો બોલાયો હતો. ધાણાની ૪૬૭૧ ગુણી એટલે કે ૯૩૪૨ મણની આવક થવા પામી હતી. જેનો ભાવ રૂ. ૯૦૦ થી ૧૭૨૫નો રહ્યો હતો. આ ઉપરાંત અન્ય વિવિધ જણસીઓની આવક થવા પામી હતી. કુલ ૧૪૫૬ ખેડૂતો આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial