Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મોટી હવેલી ચોકમાં હોરી ધમાર રસિયા-ફુલફાગ મહોત્સવનો વૈષ્ણવોએ લીધો લ્હાવો

મોટી હવેલીના પ.પૂ.વલ્લભરાયજી મહોદય, શ્રી રસાર્દ્રરાયજી મહોદય અને પેમાર્દ્રરાયજી મહોદયના પાવન સાનિધ્યમાં

શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરુદ્ધ પુષ્ટિ માર્ગીય મહાવિદ્યાલય આયોજિત હોરી ધમાર રસીયા ફૂલફાગનું આયોજન મોટી હવેલીના પરમ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસર્દ્રરાયજી મહોદય અને પ્રેમર્દ્રરાયજી મહોદયના પાવન સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. મોટી હવેલી ચોકમાં યોજાયેલ રશિયામાં મનોરથી કટારિયા (મારફતિયા) પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી. રસિયા તેમજ ફૂલફાગ મહોત્સવમાં જામનગર જિલ્લા કલેકટર કેતનભાઇ ઠક્કર પરિવાર સહિત ઉપસ્થિત રહી હતાં. તેમજ મનોરથી પરિવારના દિનેશભાઈ મારફતિયા, રણજીતભાઇ મારફતિયા, રાજુભાઈ મારફતિયા પરિવાર દ્વારા પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવ્યા હતાં. આ અલૌકિક પ્રસંગે લોહાણા અગ્રણી વિપુલભાઈ કોટક, મિતેશભાઈ લાલ, નીરજભાઈ દત્તાણી, જયેશભાઈ રૂપારેલિયા, એડવોકેટ પિયુષભાઈ ભોજાણી, સહિતના મહાનુભાવોએ પૂજ્યશ્રીના આશીર્વાદ લીધા હતાં. રસિયાના ગાયન પછી મનોરથી પરિવાર તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વલ્લભરાયજી મહોદય, રસદ્રરાયજી મહોદય અને પ્રેમાદ્રરાયજી મહોદય સાથે ફૂલોથી હોલી રમી હતી. ફુલફાગનો લાભ અનેક વૈષ્ણવોએ લીધો હતો. મોટી હવેલી ચોક વૈષ્ણવોથી ભરાઈ ગયો હતો અને પૂજ્યશ્રી એ ઉપસ્થિત રહેલ વૈષ્ણવો સાથે ફૂલો વડે હોલી રસિયાનો લાહવો લીધો હતો.

હોળીના થોડા દિવસો પહેલા હોરી રસિયા તેમજ ફૂલફાગ ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી હવેલી દ્વારા આ ઉત્સવને ખૂબ ધામ ધૂમ થી ઉજવવામાં આવી રહૃાો છે. આજે તા. ૬-૩ નવી હવેલી જગ્યા, લાલપુર બાયપાસ રોડ પર, ૭ - ૩ પ્રણામી સંપ્રદાય વાડી, રણજીતનગર, ૯- ૩ ના સિલ્વર સ્કાય, અન્નપૂર્ણા મંદિર પાસે, તારીખ ૧૦ અને ૧૧- ૩ હવેલી ચોકમાં હોરી ધમાર રસીયા ફૂલફાગ મહોત્સવ ઉજવાશે. આ સમગ્ર કાર્યક્રમ મોટી હવેલીની યુ ટ્યુબ ચેનલ પરથી લાઈવ પણ જોઈ શકાશે. તેમ આયોજકોએ જણાવ્યું છે.

ગઈકાલે યોજાયેલા હોરી ધમાલ રસીયાના કાર્યક્રમમાં મોટી હવેલીના પ.પૂ. વલ્લભરાયજી મહોદયના આત્મજ શ્રી રસાર્દ્રરાયજીના કંઠે ગવાયેલ રસિયા મેં તો સોઈ રહી સપને મેં, મો પૈ રંગ ડાર્યાે નંદલાલનું રિલીસ થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh