Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ચારને ઈજા, એક ગંભીર - વધી શકે મૃતાંક
સુરેન્દ્રનગર તા. ૬: સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પૂરપાટ દોડતી ઈકો ટ્રકમાં ઘૂસી જતા ત્રણના સ્થળ પર જ મૃત્યુ થયા છે. અન્ય પાંચ ઘાયલ થયા છે, તેમાંથી એક ગંભીર હાલતમાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાની જાણકારી સામે આવી છે.
આ અકસ્માતમાં અન્ય ૫ાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમની હાલત ગંભીર હોવાથી મૃત્યઆંક વધી શકે તેમ છે.
મળતી માહિતી મુજબ ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ સ્થાનિક અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતાં. અને પોલીસ અને એમ્બ્યુલન્સને સમગ્ર મામલે જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટૂકડી ઘટના સ્થળે દોડી આવી હતી.
હાલ પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘટનાને પગલે સમગ્ર હાઈવે પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial