Advertisement
Author: નોબત સમાચાર

વિદેશમંત્રી એસ.જયશંકર પર લંડનમાં ખાલીસ્તાની હુમલાનો પ્રયાસ

ખાલિસ્તાની સમર્થકોએ જયશંકરની કારને ઘેરી લીધીઃ ભારત વિરોધી સુત્રોચ્ચારઃ રાષ્ટ્રધ્વજ ફાડયો

લંડની તા. ૬: લંડનમાં ખાલિસ્તાની બેફામ બન્યા છે, અને ભારતના વિદેશમંત્રી જયશંકર ઉપર હુમલાનો પ્રયાસ કરાયો છે. વિદેશમંત્રી હાલ બ્રિટનના પ્રવાસે છે તે દરમ્યાન ખાલિસ્તાન સમર્થકોએ તેની કારને ઘેરો ઘાલ્યો હતો. અને સુત્રોચ્ચાર સાથે તિરંગો ફાડયો હતો. લંડન પોલીસ મૂક પ્રેક્ષક બની હતી. ભારત સરકારે બ્રિટન સરકારને ઉપદ્રવીઓ સામે પગલા લેવા માંગણી કરીને વિધિવત વિરોધ નોંધાવ્યો છે.

બ્રિટનની મુલાકાતે પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પર ગુરુવારે લંડનમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ચેથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમ પછી તેઓ પોતાની કારમાં જઈ રહૃાા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ જયશંકરની કાર તરફ દોડતો અને ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડતો જોવા મળે છે. લંડન પોલીસે આ માણસને કાબૂમાં લીધો અને જયશંકરને ત્યાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં.  માહિતી અનુસાર, ભારત સરકારે આ ઘટના યુકે સમક્ષ ઉઠાવી છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જયશંકર મંગળવારે યુકેની મુલાકાતે પહોંચ્યા હતા.

જયશંકર લંડનના ચેથમ હાઉસ થિંક ટેન્કમાં વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા વિષય પર સંવાદ સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન પરત આવતી વખતે રસ્તાના કિનારે એકઠા થયેલા ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી નારા લગાવવાનું શરૂૂ કર્યું. જ્યારે જયશંકર કારમાં બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ તેમની તરફ દોડી ગયો અને સૂત્રોચ્ચાર કરતા કારની સામે ભારતીય ધ્વજ ફાડી નાખ્યો. વીડિયોમાં, ખાલિસ્તાની તરફી વિરોધીઓને સ્થળની બહાર વાંધાજનક સૂત્રોચ્ચાર કરતા સાંભળી શકાય છે.

જાન્યુઆરીની શરૂૂઆતમાં, ખાલિસ્તાન તરફી તોફાનીઓનું એક જૂથ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયું હતું. તોફાની તત્વોએ અગાઉ લંડનના હેરો બરોમાં એક સિનેમા હોલમાં પણ ઘૂસીને કંગના રનૌત અભિનીત ફિલ્મ ઇમર્જન્સીનું સ્ક્રીનિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહૃાું હતું કે હિંસક વિરોધ પ્રદર્શનોની ઘટનાઓ અને ભારત વિરોધી તત્વો તરફથી ધમકીઓ અંગે અમે બ્રિટિશ સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. અમે તેમની સાથે અમારી ચિંતાઓ શેર કરી છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પસંદગીયુક્ત રીતે કે વ્યક્તિગત રીતે લાગુ કરી શકાતી નથી. આનું ઉલ્લંઘન કરનારા દોષિતોને જવાબદાર ઠેરવવા જોઈએ.

તેમણે કહૃાું હતું કે અમને આશા છે કે બ્રિટિશ પક્ષ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરશે. લંડનમાં અમારું હાઈ કમિશન અમારા સમુદાયના સભ્યોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે નિયમિત સંપર્કમાં રહે છે. અમને આશા છે કે આ મામલે કડક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ ૨૦૨૩ માં, લંડનમાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંસક હુમલો થયો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી એ પણ ખાલિસ્તાની વિચારધારા અંગે ગંભીર ચેતવણી જારી કરી હતી. દ્ગૈંછ અનુસાર, લંડનમાં હુમલાઓ વારિસ પંજાબ દેશના વડા અમળતપાલ સિંહ સામે પંજાબ પોલીસે કરેલી કાર્યવાહીના બદલામાં કરવામાં આવ્યા હતા, જેનો હેતુ સંગઠન અને તેના નેતા સામેની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો હતો.

દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારથી બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે છે. જયશંકર પોતાના પ્રવાસમાં સૌપ્રથમ લંડન પહોંચ્યા છે. વિદેશ મંત્રી જયશંકરે લંડનમાં વડા પ્રધાન કીર સ્ટારમર અને વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા અંગે ચર્ચા કરી.

જયશંકરની મુલાકાત અંગેના પોતાના નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહૃાું કે આ મુલાકાત બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને ફરીથી સ્થાપિત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ, લોકો-થી-લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત બની છે.

તાજા અહેવાલો મુજબ આ ઘટના અંગે ભારત સરકારે વિધિવત વિરોધ નોંધાવી ભારત વિરોધી ઉપદ્રવીઓ સામે કડક કદમ ઉઠાવવા માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh