Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં વટ પાડવાના ક્રેઝનું દુષ્પરિણામઃ ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદ તા. ૬: રીલ્સના ચક્કરમાં અમદાવાદમાં ફતેહવાડી કેનાલમાં કાર સાથે ૩ યુવાન ડૂબી ગયા હતાં, જેમાંથી બે ના મૃતદેહ મળતા પરિવાર ભાંગી પડ્યા છે. યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો છે. હવે આ લખાય છે ત્યારે ક્રિશ દવેનો મૃતદેહ શોધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલમાં એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં ૩ યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા. જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી ૫ડ્યો હતો.
માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહૃાો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી. યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઇ ભાળ મળી નથી. છેલ્લા ૧૩ કલાકથી ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી છે.
માહિતી અનુસાર યક્ષ અને નામનો યુવક આ કાર ચલાવી રહૃાો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવામાં આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ કાર ૩૫૦૦ રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો વટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂૂર છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બુધવારે સાંજે મૌલિક જાલેરાએ સ્કોર્પિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાકના ભાડે લીધી હતી. જે કાર લઇને વાસણા ભાઠા કેનાલ રોડ પર આવ્યા હતા. જ્યા અગાઉથી વિરાજસિંહ રાઠોડ (પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા (આંબાવાડી), યશ સોલંકી (આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) નામના મિત્રો પણ હાજર હતા. પછી વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવીને થોડે દૂર ગયા બાદ યશ સોલંકીને ચલાવવા માટે આપી હતી. આ સમયે ક્રિશ પણ કારમાં બેઠો હતો. જોકે યશ સોલંકીને કાર ચલાવતા નહોતી આવડતી અને તેણે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ સમયે વિરાજસિંહ રાઠોડે દોરડું નાખીને તમામને બહાર આવવા માટે કહૃાું હતું પરંતુ, ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા હતા.જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કંટ્રોલ રૂૂમ પર જાણ કરી હતી. જેના આધારે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર એન પટેલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સાથેસાથે સ્થાનિક તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ મળી આવ્યું નહોતું.
બીજી તરફ, પોલીસને પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર મેહુલ શાહે જણાવ્યું કે પાણીમાં કાર ખાબકવાની ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને પહેલા બેરેજથી પાણીનો પ્રવાહ બંધ કરાવીને ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી હતી. ફાયર બ્રિગેડની સાથે કેનાલ વચ્ચે આવતા ગામોમાં પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જેથી તમામની ભાળ મેળવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial