Advertisement
Author: નોબત સમાચાર

સુરેન્દ્રનગરના થાનમાં ગોડાઉન સળગી ઉઠતા ૫૦ હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાખ

કરોડોનું નુકશાનઃ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ દોડીઃ તંત્ર ઘટનાસ્થળે

સુરેન્દ્રનગર તા. ૬: ૫૦ હજાર કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગી હતી. થાનના ગોડાઉનમાં આગ લાગતાં કરોડોનું નુકશાન થયું હતું. ફાયર વિભાગે બે કલાકની મહામહેનતે આગને કાબુમાં લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. જેમાં આ આગની ગોઝારી ઘટનામાં ૫૦૦૦૦ કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાક થઈ ગઈ છે, અને અંદાજે કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતનાં સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટર તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં હતાં. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતાં દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે થાનગઢ મામલતદાર એન.આર.પટેલે જણાવ્યુ હતું કે આ સરકારી ગોડાઉનમાં ટેકાનાં ભાવે ખરીદી કરેલી મગફળીનો જથ્થો હતો. જેમાં આગ લાગતા ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝવવાની કામગીરી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ સરકારી ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો હતો અને કેટલું નુકસાન છે, એ તો ગોડાઉન મેનેજર આવ્યા પછી જ ખબર પડી શકે.

મગફળીના જથ્થામાં લાગેલી વિકરાળ આગની ઘટના બાબતે તંત્ર પર આકરા ચાબખા મારતા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક રાજુ કરપાડાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફરી એક વખત મગફળી કૌભાંડનું ભૂત ધુણ્યું છે, ત્યારે આ આગ લાગી કે લગાડવામાં આવી ?? એ યક્ષ પ્રશ્ન છે. વારંવાર મગફળીના ગોડાઉન જ કેમ સળગે છે? નીચી ગુણવત્તાવાળી મગફળી ખરીદી ભૂતકાળમાં માટી અને ઢેફા મગફળીની જગ્યાએ ઘુસાડી કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના પુરાવાનો નાશ કરવા માટે જૂનાગઢમાં મગફળીના ગોડાઉનો સળગાવવામાં આવ્યા હતા.!

તેમણે કહ્યુ કે થાનગઢમાં પણ આજે ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જ્યાં સ્ટોક હતો એ ગોડાઉન સળગ્યું છે..! મતલબ ક્યાંકને ક્યાંક કૌભાંડને ઢાંકવાના પ્રયત્ન થયા હોય આવું દેખાય છે. ત્યારે યોજના ખેડૂતોના નામે બને છે ફાયદો કોઈ બીજા લઈ રહૃાા છે અને અમને પૂર્ણ શંકા છે કે, કૌભાંડને ઢાંકવા માટે થઈ જાણી જોઈને આગ લગાડવામાં આવી હોય ખરેખર યોગ્ય તપાસ થવી જોઈએ.

ગોડાઉન તોડવાના પ્રયાસો થાનમાં ફરીથી ફેલાયેલી આગ બેકાબૂ

તાજા અહેવાલ મુજબ થાનમાં ગોડાઉનની આગ ફરીથી ફેલાવા લાગતા બેકાબૂ બની રહી છે. પવનના કારણે આગ વધુ ફેલાઈ રહેલી હોઈ ગોડાઉન તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ઉપરાંત કપાસનો જથ્થો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh