Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૧-૩ તથા તા. ૧-૪ના ઉત્સવનું આયોજન
જામનગર તા. ૬: દેવભૂમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા ઘુમલીમાં સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના પ.પૂ. ઈષ્ટદેવ શ્રી લુણંગ ગણેશ દેવની જગ્યામાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરી. ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ ચોથના તા. ૩૧-૩ તથા તા. ૧-૪-૨૦૨૫ના દિવસોમાં શ્રી લુણંગ ગણેશ ઉત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉત્સવના આયોજન તેમજ ધાર્મિક જગ્યામાં આવતા મહેશ સંપ્રદાયના અનુયાયીઓ તથા ધર્મપ્રેમી લોકોને વધારે સારી સગવડતા-સુવિધા ઉપલબ્ધ થાય તેમજ પવિત્ર ધાર્મિક જગ્યાનો વિકાસ થાય તે માટે ચર્ચા-વિચારણા કરવા, મંતવ્ય જાણવા માટે તા. ૮-૩-૨૦૨૫ (શનિવાર)ના સવારે ૧૧ વાગ્યે, શ્રી લુણગ ગણેશ મંદિર, ઘુમલીમાં એક અગત્યની મિટીંગ રાખવામાં આવી છે. ત્યારપછી ભોજનની વ્યવસ્થા રાખેલ છે. આ તકે તમામ મહેશ સંપ્રદાયના અનુયાયીઓ-ધર્મપ્રેમીઓને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઈ જે. વારસાખીયા તથા મહામંત્રી જયંત વારસાખીયા (એડવોકેટ) તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial