Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટે સહિયારા પ્રયાસોની જરૂર

પૂર્વોત્તરના રાજ્યો, પ.બંગાળ, કેરળ, ગોવાની જેમ

ભારતમાં ફૂટબોલ પશ્ચિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્ત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે ભારતીય ફૂટબોલમાં ગુજરાતનું સ્થાન શું છે અને તેને કેવી રીતે ઊંચું લાવી શકાય? અલબત્ત એ વાત અલગ છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ પ્રત્યેની જાગરૂકતા વધી છે અને ફૂટબોલને વ્યવસાય તરીકે અપનાવનારાઓનો એક વર્ગ ઊભો થઈ રહૃાો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન પણ એક ફૂટબોલ સંસ્થા તરીકે પોતાની સક્રિય ભૂમિકા ભજવી રહૃાું છે.

ગુજરાતમાં ક્રિકેટનું પ્રભુત્વ છે અને તેનો ભારે દબદબો છે અને મજબૂત આધાર પણ છે, જ્યારે ફૂટબોલ તેની સરખામણીમાં ઓછું મહત્ત્વ પામ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્ટેડિયમ અને એકેડેમીઓ હોવા છતાં, પાયાથી ફૂટબોલ પ્રત્યેનો ઉમંગ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો છે, કારણ કે અમુક રાજ્યોમાં પરંપરાગત રીતે ફૂટબોલનાં મૂળ ઊંડાં છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણું સક્રિય થયું છે, પરંતુ પ્રગતિ હજુ ધીમી છે.

ગુજરાતે સંતોષ ટ્રોફી જેવી રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે, પરંતુ કોઈ મોટો પડકાર ઊભો કરી શક્યું નથી. ગુજરાતમાંથી કોઇ પણ ક્લબ આજ સુધી આઈએસએલ અથવા ૧ લીગમાં ભાગ લેતી નથી, જે ફૂટબોલ માટે એક મજબૂત ઈકોસિસ્ટમની ગેરહાજરી દર્શાવે છે.

ગુજરાતમાં ફૂટબોલને લોકો રોજિંદા જીવનનો ભાગ નથી બનાવતા, જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવામાં આ રમત જીવનશૈલીનો હિસ્સો છે. ગુજરાતના ખેલાડીઓ માટે સ્થાનિક લીગ પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે ઓછા અવસરો છે. વિશ્વ સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલ માટે સમર્પિત તાલીમ કેન્દ્રો અને એકેડેમીઓ કે સ્ટેડિયમો નથી. ફૂટબોલને ટેકો કરી સહાય આપતા પ્રાયોજકો અને રોકાણકારો ગુજરાતમાં ઓછા છે, જેના કારણે આ રમત રાજ્યમાં વિકાસ પામી શકતી નથી. જો કે આ પરિદૃશ્ય પણ ક્રમશઃ બદલાઈ રહૃાું હોવાના સંકેતો મળી રહૃાા છે જે આવકારદાયક છે.

શાળાઓ અને કોલેજોમાં ફૂટબોલને અભ્યાસક્રમમાં સમાવવો જોઈએ અને વધુ ટૂર્નામેન્ટો આયોજિત કરવી જોઈએ. ગુજરાતમાંથી ૧-લીગ અથવા આઈએસએલમાં ભાગ લેનાર ક્લબો ઊભી કરવી જોઈએ, જે રમતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. ફૂટબોલ માટે સમર્પિત સ્ટેડિયમ અને તાલીમ કેન્દ્રો માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂૂરી છે. ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો ફૂટબોલ ક્લબો અને ટૂર્નામેન્ટ્સમાં રોકાણ કરી શકે, જેથી રમત વિકાસ પામે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઇવેન્ટ્સનાં આયોજનો થવાં જોઈએ, જેનાથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.

હાલ જ્યારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન સતત બીજા વર્ષે ગુજરાત સુપર લીગનું આયોજન કરવા કટિબદ્ધ થઈ રહૃાું છે તેવે સમયે ગુજરાત ફૂટબોલ વિષે મનોમંથન કરી કેટલાક વિચારો કાગળ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.

ટૂંકમાં, ગુજરાત પાસે ફૂટબોલ વિકાસ માટે સંશાધનો અને ક્ષમતા છે, પરંતુ તેને રાજ્ય સરકાર, ખેલ સંચાલકો, ખાનગી રોકાણકારો અને સૌથી મહત્ત્વપૂર્ણ-રમતપ્રેમી ગુજરાતીઓની સહાયથી આગળ ધપાવવાની જરૂર છે. યોગ્ય વ્યૂહરચનાથી, ગુજરાત એક સશક્ત ફૂટબોલ રાજ્ય તરીકે ઉભરી શકે અને ભારતીય ફૂટબોલના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તેવી પ્રબળ અને ઉજ્જવળ સંભાવનાઓ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh