Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વન-વે પોઈન્ટ, ગતિ મર્યાદા, પાર્કિંગ-નોપાર્કિંગ ઝોન જાહેરઃ ભારે વાહનો સહિતના પ્રતિબંધો
ખંભાળીયા તા. ૬: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી તથા તેમાં આવી રહેલા પદયાત્રીઓને ધ્યાને લઈને જિલ્લા તંત્રએ વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાના માર્ગદર્શનમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દ્વારકા ફૂલડોલ ઉત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રી દ્વારકા જતાં હોય, તેમની વ્યવસ્થાના સંદર્ભમાં અનેક જાહેરનામા ઈન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર દ્વારા બહાર પાડીને યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા તથા શાંતિ, સલામતીપૂર્વક પદયાત્રીઓ દ્વારકા પહોંચે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાત તથા નજીકના રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ ફૂલડોલના પ્રસિદ્ધ ઉત્સવમાં પગપાળા જતા હોય, ટ્રાફિક જામની સ્થિતિ થતી હોય તથા ગેરવ્યવસ્થા થતી હોય, પદયાત્રીઓ પરેશાન થતા હોય, તે નિવારવા માટે તા. ૭-૩-ર૦રપ થી તા. ૧૬-૩-ર૦રપ સુધી દ્વારકા શહેરમાં દ્વારકાના હાજાગેઈટથી દ્વારકાધીશ મંદિર તરફ, ભથાણ ચોકથી મંદિર તરફ, જોધાભા ચોકથી મંદિર તરફ, શાકમાર્કેટ ચોકથી મંદિર તરફ, રમાન ગેઈટથી ભદ્રકાળી ચોક તરફ, હોસ્પિટલથી ભદ્રકાળી ચોક, સરકીટ હાઉસથી ભદ્રકાળી ચોક વિગેરે રસ્તાઓ પર ભારે વાહનો, કાર તથા થ્રી વ્હીલર પર પ્રતિબંધ મૂકાયો છે.
પાર્કિંગ ઝોન તથા નોન-પાર્કિંગ ઝોન
તા. ૭-૩-ર૦રપ થી તા. ૧૬-૩-ર૦રપ સુધી ટ્રાફિક વ્યવસ્થા તથા દર્શનાર્થીઓની સલામતી તથા વ્યવસ્થા ધ્યાને લઈને નો-પાર્કિંગ ઝોન જાહેર થયા છે. જેમાં દ્વારકા પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક, ભથાણ ચોક, ત્રણબત્તી ચોક, ભદ્રકાલી ચોક, મીટર એરીયા સુદામા ચોક, મટુકી ચોક, ભદ્રકાળી ચોકની નજીકના ર૦૦ મીટર ત્રીજીયાના વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર થયો છે, જ્યારે પાર્કિંગ માટે હાથી ગેઈટ પાસે પાર્કીંગ, સરકીટ હાઉસની પાછળનું ખૂલ્લુ મેદાન, શારદાપીઠ કોલેજનું ખૂલ્લું મેદાન, રાજપૂત સમાજ સામે ગોમતીઘાટ વિસ્તાર, સ્વામિનારાયણ ગ્રાઉન્ડ, રાવળા તળાવ ગ્રાઉન્ડ, અલખ હોટલની બાજુમાં, હાથી ગેઈટની સામે પાર્કિંગ ઝોન જાહેર થયા છે. જ્યા વાહનો રાખી શકાશે.
વન-વે પોઈન્ટ જાહેર થયા
ફૂલડોલ ઉત્સવમાં સારી વ્યવસ્થા રહે તે મટો વન-વે પોઈન્ટ પણ જાહેર થયા છે. જે પણ તા. ૭-૩-ર૦રપ થી ૧૬-૩-ર૦રપ સુધી અમલમાં રહેશે. જેમાં દ્વારકામાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધી સવારના ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધી અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજાના રસ્તાને ૭-૩-ર૦રપ થી ર૩-૩-ર૦રપ સુધી સવારના ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધી માત્ર એક્ઝિટ વન-વે જાહેર થયા છે.
ભારે વાહનો પર પ્રતિબંધ, ગતિ મર્યાદા
પદયાત્રીઓની સુરક્ષાના સંદર્ભમાં તા. ૭-૩ થી ૧૬-૩-ર૦રપ સુધી ખંભાળીયા, દ્વારકા રોડ પર લીંબડી ચેકપોસ્ટથી ચરકલા જતા રોડ પર તથા કાનદાસબાપુ આશ્રમથી ચરકલા જતા રોડ પર તથા ચરકલા જતા રેલવે ફાટકથી હેથ્રોન હોટલ પાસેનો રોડ, ચરકલા દ્વારકાથી મૂળવાનાથની જગ્યાના રોડ પરથી પ્રવેશબંધી, કાર, ટ્રક, ડમ્પર, બસ, થ્રી વ્હીલર માટે જાહેર થયા છે. તથા લીંબડીથી ભાટિયા બાયપાસ, કુરંગા ચોકડી, ઓખામઢી જવાનો રસ્તો વાહનોને દ્વારકા જવા નિયત કરાયો છે.
આ ઉપરાંત ૭-૩-થી ૧૬-૩ સુધી દ્વારકા જિલ્લાની હદ શરૂ થાય છે. તે જામનગર રોડ પર ઝાખરના પાટિયાથી ખંભાળીયા - દ્વારકા રૂટ, દ્વારકા-ઓખા રૂટ, દ્વારકા નાગેશ્વર રોડ, હર્ષદ ગાંધવીથી દ્વારકા રૂટ પર વાહનો માટે ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદા પણ નક્કી કરાઈ છે.
બેટ-દ્વારકામાં સુદર્શન સેતુ પૂલ પર પણ પ્રતિબંધ
દ્વારકાના ઓખા પાસેના સુદર્શન સેતુ પૂલ પર પણ તા. ૮-૩- થી ૧૩-૩ સુધી ઓખા તરફથી સુદર્શન સેતુ પર બેટ સુધી એસ.ટી. બસ સિવાયના તમામ ભારે વાહનો - ખાનગી બસો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial