Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પના ટેરિફ વોરનો ચીને મક્કમ જવાબ આપ્યો-ભારત મૌન કેમ?

કેન્દ્રિય મંત્રીનું અમેરિકામાં અપમાન?

નવી દિલ્હી તા. ૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશો પર ટેરિફ માટે જે ઘોષણા કરી,તેનો ચીને મક્કમ અને તમતમતો જવાબ આપ્યો છે, પરંતુ તેવો જ જવાબ હજુ સુધી ભારતે આપ્યો નહીં હોવાથી વૈશ્વિક કક્ષાએ ભારતની છબિ ખરડાઈ રહી હોવાની ચર્ચાઓ થવા લાગી છે.્ર

ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચેના કારોબારમાં ૧૦૦ અબજ જેટલી વેપાર ખાધ હોવાનો દાવો કરીને ભારત, ચીન, દ. આફ્રિકા, મેક્સિકો, કેનેડા વગેરે દેશો પર રેસિપ્રોકલ ટેરિફની નીતિ અપનાવવાની જાહેરાત કર્યા પછી તેના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. હકીકતે આ વેપાર ખાધ વર્ષ ર૦ર૪ ના અંતે ૪પ.૭૪ અબજ ડોલર હતી, જે ટ્રમ્પના દાવાના અડધા કરતા પણ ઓછી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

બીજી તરફ ચીને ચોખ્ખુ સંભળાવી દીધું છે કે અમેરિકા ટેરિફ વોરની ગણતરીમાં ચીનને અમેરિકાની સમકક્ષ ગણે, અન્યથા ટેરિફવોર કરવું હોય કે બીજુ કોઈપણ પ્રકારનું યુદ્ધ કરવું હોય, તો ચીન તૈયાર જ છે!

અમેરિકાની લગોલગ આવેલું અને અમેરિકા સાથે જ સંકળાયેલું કેનેડા પણ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપી રહ્યું હોવાથી ટ્રુડોની લોકપ્રિયતા ફરીથી વધવા લાગી હોવાના અહેવાલો છે, પરંતુ ભારતની પ્રતિક્રિયાઓ ઢીલીઢફ છે અને આ મુદ્દે પ્રવક્તાઓ ગોળ-ગોળ વાતો કરી રહ્યા છે, તે જોતા ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો પહેલા મોદીકાળ વર્ષ ર૦૧પ થી ર૦ર૦ દરમિયાન હતાં, તેવા મધૂર નહીં રહે, તેવી અટકળો પણ થવા લાગી છે. આ પ્રકારની અટકળો એટલા માટે જઈ રહી છે કે ટ્રમ્પે પોતાની સ્પીચમાં ભારતનું નામ બે વાર લીધું, તેમાં ટેરિફને લઈને ભારતની ટીકા હતી, જ્યારે ભૂતકાળમાં એક આતંકીને પકડવામાં મદદ કરવા બદલ ટ્રમ્પે એ જ સ્પીચમાં પાકિસ્તાનનો આભર માન્યો હતો!

ટ્રમ્પના ટેરિફ વોરની નીતિનો કોઈ જડબાતોડ જવાબ ભારત તત્કાલ આપે, સમજાય તેવું છે, પરંતુ ટેરિફ અંગે ચર્ચા કરવા તત્કાળ અમેરિકા પહોંચેલા જાણીતા વાણિજ્યમંત્રી પિયુષ ગોયેલને ત્યાંના અમેરિકાના સમકક્ષ ત્રણ-ત્રણ દિવસ સુધી એપોઈન્ટમેન્ટ એટલે કે મુલાકાતનો સમય નહીં ફાળવી રહ્યા હોવાના અહેવાલો (જો આવ્યા હોય તો) દેશ માટે ક્ષોભજનક છે, અને અમેરિકાની ભારત પ્રત્યેની બદલી રહેલી વિદેશનીતિ પ્રગટ થાય છે.

એક અન્ય અહેવાલ મુજબ અમેરિકાના કોમર્સ મિનિસ્ટરે ગોયેલને સંદેશો પાઠવ્યો છે કે ટેરિફ અંગે કોઈ દરખાસ્ત હોય, તો તે સીધી વ્હાઈટ હાઉસ (ટ્રમ્પ) ને મોકલવાની રહેશે, કારણ કે આ પ્રકરણમાં અમેરિકાની કોમર્સ મિનિસ્ટ્રીની કોઈ ભૂમિકા જ નથી!

કોમર્સ-વ્યાપાર ક્ષેત્રનો નિર્ણયો ટ્રમ્પ લેતા હોય, અને તેની ખબર તેના તાબા હેઠળના મંત્રાલયને જ ન હોય તેવું બને ખરૂ? હવે આઠમી માર્ચ સુધી રોકાઈને પિયુષ ગોહેલ લીલાતોરણે પાછા આવે છે કે કાંઈ ઉકાળીને આવે છે, તે જોવું રહ્યું...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh