Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શુક્રવારે શેરબજારમાં તેજી માહોલ જોવા મળીયો હતો.સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૯૫૨ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૫ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૪૬૪ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૪ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૫૨૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામો એકંદર સારા આવતાં તેજી જોવા મળી હતી.
સપ્તાહની શરૂઆત બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૮૨૪ પોઈન્ટ તૂટ્યા બાદ છેલ્લા ત્રણ દિવસમાં અંદાજીત ૧૩૯૩ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને રોકાણકારોની મૂડી પણ અંદાજીત ૯ લાખ કરોડ આસપાસ વધી છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથવાત રાખતા તેમજ સ્થાનિક સ્તરે અગામી કેન્દ્રીય બજેટમાં રાહતો જાહેર થવાના આશાવાદ સાથે વપરાશ અને રોજગાર સર્જન પર ફોકસ થાય તેવી સંભાવનાઓના લીધે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.
વૈશ્વિક સ્તરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ભારત, ચાઈના સહિતના દેશો પર આકરાં ટેરિફ લાદવાની ધમકી ઉચાર્યા સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના અત્યંત સસ્તા એન્જિન લોન્ચિંગે ટેકનોલોજી શેરો પાછળ ઘટાડો નોંધાયા બાદ ભારતીય શેરબજારમાં તેજીના મહારથીઓ, ફંડો, રિટેલ રોકાણકારો દ્વારા કેન્દ્રિય બજેટ પૂર્વે નીચામાં સારા શેરોમાં લેવાલ બની જઈ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી..
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથવાત રાખતા ડૉલર સામે રૂપિયો આજે ઇન્ટ્રા ડે તૂટ્યા બાદ અંતે સુધરીને ટ્રેડ થઇ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની સોમવારે મળનારી મિટિંગ પૂર્વે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.
શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ, એચડીએફસી, લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ, એસીસી, સન ફાર્મા, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, હવેલ્લ્સ, સિપ્લા, ગ્લેનમાર્ક ફાર્મા,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ, રિલાયન્સ, અદાણી પોર્ટસજેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો.ટોપ લુઝર્સમાં અદાણી ડીવીસ લેબ, ટોરેન્ટ ફાર્મા, ગ્રાસીમ, કોટક બેન્ક,ભારતી ઐરટેલ,વોલ્ટાસ, ઓરબિંદો ફાર્મા, એક્સીસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો..
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૩% વધીને અને નેસ્ડેક ૦.૨૫% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં શુક્રવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૭ અને વધનારની સંખ્યા ૧૭૫૭ રહી હતી,૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા... મિત્રો, દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી શનિવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૫ રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જેમ કે કેન્દ્ર સરકાર નવી ટેક્સ રિજિમને પ્રોત્સાહન આપવા અનેક સુધારાઓ કરી શકે છે. હાલ ઘણા કરદાતાઓ જૂની ટેક્સ રિજિમને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતાં સરકાર નવી ટેક્સ રિજિમ હેઠળ ઘણા લાભો સમાવિષ્ટ કરી શકે છે.
ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીએ સામાન્ય લોકોને હેરાન છે ત્યારે ક્રૂડના ભાવો વૈશ્વિક સ્તરે ઘટ્યા હોવા છતાં, રૂપિયો નબળો પડતાં ઓએમસીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો નથી. જેને ધ્યાનમાં રાખી સરકાર ફોસિલ ફ્યુલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. સાથે સાથે આ બજેટમાં નાણા મંત્રી સરકારી સહાય યોજનાઓમાં વધારો કરી શકે છે. જેમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારી રૂ.૧૨ હજાર કરવા ભલામણ કરી હતી. હાલ રૂ.૬૦૦૦ છે. વધુમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ સુવિધાઓ આપતા બજેટ ફાળવણી વધારવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અટલ પેન્શન યોજનામાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેથી કે ન્દ્ર સરકાર તેમાં પણ સુધારો - વધારો કરી શકે છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૮૨૦૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૨૧૯૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૨૦૩૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૬૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૮૨૧૮૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૩૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૩૯૬૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૩૬૮૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૦૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૩૯૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
કોટક મહિન્દ્રા બેન્ક (૧૯૦૫) : મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૮૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!
સન ફાર્મા (૧૭૪૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૨૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૫૫ થી રૂ.૧૭૬૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
સિપ્લા લીમીટેડ (૧૪૭૪) : ૧૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૫૧ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૬૦) : રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૧ થી રૂ.૧૨૮૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૨૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
અદાણી પોર્ટસ (૧૦૯૦) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૦૧ થી રૂ.૧૧૧૧ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.