Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત્...!!!

તા. ૧૨-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...

ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વણસી રહ્યાની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ભારતને ભીંસમાં લેવા અને રશિયાથી ઓઈલની ખરીદી સદ્દંતર બંધ કરાવવા ભારત પર વધુ આકરાં ૫૦૦% ટેરિફ લાદવાની ટ્રમ્પ સરકાર તૈયારી કરી રહ્યાના અને આ માટેનું બિલ પસાર કરવા મૂક્યાના અહેવાલોની અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ ભારત સાથે સહયોગ તોડવાની શરૂઆત કર્યાની નેગેટીવ અસર જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૪૩%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૫% અને નેસ્ડેક ૦.૮૬% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૩% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૪ અને વધનારની સંખ્યા ૮૬૮ રહી હતી, ૨૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ્સ, યુટીલીટી, કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી અને સર્વિસ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૩૯,૬૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૪૧,૨૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૩૯,૬૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯૧૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૪૦,૭૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૬૨,૮૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૬૩,૯૯૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૬૦,૭૧૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૬૫૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૨,૬૧,૩૮૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૨૬) : પર્સનલ કેર સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૨૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૨૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૨૩૪ થી રૂ।.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

જીન્દાલ સ્ટીલ (૧૦૧૧) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૯૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૯૯૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૦૨૩ થી રૂ।.૧૦૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી ગ્રીન (૯૩૮) : રૂ।.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ।.૯૦૯ બીજા પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૯૪૪ થી રૂ।.૯૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એચડીએફસી બેન્ક (૯૪૧) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૯૫૬ થી રૂ।.૯૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૯૨૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા ટૂંકા ગાળામાં સાવધ અને અસ્થિર રહી શકે છે. રશિયાથી ઓઇલ ખરીદતા દેશો પર ૫૦૦% ટેરિફ લગાવવાની અમેરિકાની ધમકી અમલમાં આવે તો ભારત-અમેરિકા વેપાર સંબંધો પર અસર પડશે તેવી ચિંતા બજારમાં ભાવનાઓને દબાવી શકે છે. ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એક્સપોર્ટ આધારિત સેક્ટર્સ, મેટલ્સ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો પણ સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી નફાવસૂલી અથવા વેઇટ-એન્ડ-વોચ નીતિ અપનાવી શકે છે, જેના કારણે બજારમાં ઉતાર-ચઢાવ વધવાની શક્યતા છે.

જો કે મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે દૃશ્ય પૂરતું નકારાત્મક નથી. ભારતની મજબૂત સ્થાનિક માંગ, સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રમાં વૃદ્ધિ જેવા પરિબળો બજારને આધાર આપતા રહેશે. ઉપરાંત, ભૂ-રાજકીય મુદ્દાઓ પર ભારત સામાન્ય રીતે સંતુલિત કૂટનીતિ અપનાવે છે, તેથી કોઈ સમાધાન અથવા વિકલ્પી વ્યવસ્થા થવાની સંભાવના પણ નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં લાંબા ગાળાના રોકાણકારો માટે ગુણવત્તાવાળા સ્ટોક્સમાં ઘટાડા પર પસંદગીયુક્ત ખરીદીની તક ઊભી થઈ શકે છે, જ્યારે ટૂંકા ગાળાના ટ્રેડર્સે સાવચેતી અને સ્ટોપલોસ સાથે ચાલવું વધુ યોગ્ય રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh