Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરમાં નારાજગી દર્શાવી
નવી દિલ્હી તા. ૧૨: તેજસ લડાકૂ વિમાન તૈયાર કરતી કંપની પર વાયુસેના પ્રમુખને જ વિશ્વાસ રહ્યો નથી. તેઓ જાહેરમાં નારાજ થયા હતાં.
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી સિંઘ લડાકૂ વિમાન તેજસ બનાવનારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)થી નારાજ છે. સાથે જ તેમણે વિમાનની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબને લઈને ખુલીને નારાજગી વ્યક્ત કરતાં કહૃાું કે, મને કંપની પર વિશ્વાસ નથી રહૃાો.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે એચએએલ (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) તરફથી મોડું થવાના કારણે સેનાના પ્રમુખ દ્વારા ટીકા કરવામાં આવી હોય.
મળતી માહિતી મુજબ, સોમવારે (૧૦ ફેબ્રુઆરી) એક વીડિયોમાં એ. પી. સિંહે કહૃાું કે, 'તમારે અમારી ચિંતા દૂર કરવી પડશે અને વિશ્વાસ અપાવવો પડશે. હું તમને (એચએએલ) જણાવી શકું છું કે, અમારી જરૂરિયાત અને ચિંતાઓ શું છે. અત્યારે મને એચએએલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જે ખૂબ જ ખરાબ વાત છે'. સેના પ્રમુખનું આ નિવેદન સામે આવતાં જ સમગ્ર વિવાદ ઊભો થયો છે.
સેના પ્રમુખની નારાજગી બાદ એચએએલનો જવાબ સામે આવ્યો છે. કંપનીએ આ માટે ૧૯૯૮માં થયેલા પરમાણુ પરીક્ષણ બાદ લાદવામાં આવેલા પ્રતિબંધનોને જવાબદાર ઠેરવ્યા છે. વાયુસેના પ્રમુખ તરફથી ઉઠાવવામાં આવેલી મુશ્કેલીને લઈને એચએએલ સીએમડી ડી. કે. સુનીલે કહૃાું કે, "હું તમને જણાવું છું. તમે જાણો છો કે, અમે (ભારત)૧૯૯૮માં થયેલા પરમાણુ પરીક્ષણ પછી લાદવામાં આવેલા પ્રતિબંધનો સામનો કરી રહૃાા છીએ. એવામાં અમને શરુઆતથી વસ્તુઓ તૈયાર કરવાની હોય છે. તેમાં ઘણી મહેનત લાગે છે. વિલંબનું કારણ તમે આળસ ન કહી શકો. વાયુસેના પ્રમુખની ચિંતા અમે સમજીએ છીએ. કારણ કે, તેમના સ્કોડ્રનની તાકાત ઘટી રહી છે. અમે વચન આપીએ છીએ કે, અમે સ્ટ્રક્ચર તૈયાર કરી લઈશું. સાથે જ અમે અનેક બેઠકોમાં અલગ-અલગ સ્તર પર આ વાત કહી છે'.
એચએએલએ મંગળવારે કહૃાું પણ હતું કે, અમને માર્ચના અંત સુધી ૧૧ તેજસ એમએફ૧એ વિમાન ડિલિવરી કરવાનો વિશ્વાસ છે. અહેવાલો અનુસાર, સીએમડીએ કહૃાું કે, એચએએલ અમેરિકન કંપની જીઈ પર ૮૦ ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પર જોર આપી રહૃાા છે. આ જીઈ-૪૧૪ એન્જિન માટે આપી રહૃાા છે, જે તેજસના અલગ-અલગ વેરિએન્ટ્સને તાકાત આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial