Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવા વર્ગના પ્રગતિકારક પ્રોજેકટમાં દાતાઓને આહ્વાનઃ
ગાંધીનગર તા. ૧૨ : રઘુવંશીઓ માટે કાર્યરત જાણીતી સેવા સંસ્થા રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજનાં યુવા વર્ગને જીપીએસસી - યુપીએસસી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે એ માટે યોગ્ય માર્ગદર્શન તથા વાતાવરણ મળે એ માટે ગાંધીનગર આસપાસ રઘુવંશી એકેડેમી નિર્માણ કરવાનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.
કુલ ૫૦૦૦ વાર જગ્યામાં સાકાર થનાર એકેડેમીમાં સૌપ્રથમ સ્થળ પસંદગી, આર્કિટેક ડિઝાઇન, ૧૦૦ વિદ્યાર્થીઓ માટે ૫૦ રૂમ તથા એ પછી ૧૦૦ રૂમ સહિત ૩૦૦ વિદ્યાર્થીઓના રહેવાની સગવડ સાથેનું સંકુલ વિકસાવવાનું કાર્ય પાંચ તબક્કાવાર કરવામાં આવશે.
આ પ્રકલ્પમાં જે દાતાઓ સ્વજનના નામે રૂમ દિઠ ૧૧ લાખ, લાયબ્રેરી માટે ૨૧ લાખ તથા ભોજનાલય માટે ૫૧ લાખ રૂપિયાનું દાન આપશે તેઓનું નામ બિલ્ડીંગની તકતીમાં મૂકવામાં આવશે. ઉપરાંત ૨૫ હજાર કે તેથી વધુનું દાન કરનાર દાતાઓનાં નામ જનરલ તકતીમાં અંકિત કરવાની સાથે જ સોવેનિયરમાં પ્રકાશિત કરવામાં આવશે.
સોવેનિયરમાં ૧ પેઇજની જાહેર ખબર માટે ૫ લાખ, અડધા પેઇજની જાહેર ખબર માટે ૩ લાખ તથા ૧/૪ પેઇજની જાહેર ખબર માટે ૧ લાખનું અનુદાન આવકાર્ય છે. આ પ્રકલ્પમાં સહભાગી થવા દાતાઓને આહ્વાન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. (૭૩૫૯૭ ૭૭૯૭૬, ૯૯૦૯૫ ૮૧૭૬૦, ૯૮૨૫૬ ૦૮૭૪૪) પર સંપર્ક કરવોે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial