Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોલીસે આવો પત્ર મળ્યો હોવાનો કર્યો ઈન્કાર
નવી દિલ્હી તા. ૧૨: ધરપકડની લટકતી તલવાર વચ્ચે આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને કમિશનરને પત્ર લખવાનો દાવો કર્યો છે.
ધરપકડની લટકતી તલવાર વચ્ચે ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીએ આ દાવો કર્યો છે. આ પત્ર પ્રમાણે નવા ચૂંટાયેલા ધારાસભ્યએ દાવો કર્યો છે કે, હું ક્યાંય ભાગ્યો નથી પરંતુ મારા વિધાનસભા મતવિસ્તારમાં જ છું. દિલ્હી પોલીસના કેટલાક લોકો મને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડી રહૃાા છે.
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને કહૃાું છે કે, 'હું મારા મતવિસ્તારમાં જ છું, હું ક્યાંય ભાગ્યો નથી. દિલ્હી પોલીસના કેટલાક લોકો મને ખોટા કેસમાં ફસાવી રહૃાા છે. દિલ્હી પોલીસ જે આરોપીની ધરપકડ કરવા આવી હતી તે પહેલાથી જ જામીન પર છે. તેમણે પેપર બતાવ્યા તો હવે પોલીસ પોતાની ભૂલ છુપાવવા માટે મને ખોટા કેસમાં ફસાવી રહી છે.'
બીજી તરફ દિલ્હી પોલીસે અમાનતુલ્લાહ ખાનની તલાશ તેજ કરી દીધી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે મીઠાપુર વિસ્તારમાં અમાનતુલ્લાહનો મોબાઈલ ફોન બંધ થયો હતો. છેલ્લે લોકેશન મીઠાપુરનું મળ્યું હતું, મીઠાપુર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં છે. દિલ્હી પોલીસની એક ટીમ અમાનતુલ્લાહ ખાનના ઘરે ગઈ હતી. દિલ્હી પોલીસે અમાનતુલ્લાહ ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની સાથે કોઈ સંપર્ક ન થઈ શક્યો. પોલીસ કમિશનરને કોઈ જ પત્ર મળ્યો નથી, તેમ પણ જણાવાઈ રહ્યું છે.
દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, આરોપી અમાનતુલ્લાહ ખાને પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ. અમાનતુલ્લાહ પર પોલીસ સાથે ઝપાઝપી કરવાનો, તેમની સાથે ધક્કા-મુક્કી કરવાનો અને ધમકાવવાનો આરોપ છે. અમાનતુલ્લાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. અમાનતુલ્લાહ જ્યાં પણ હોય તેણે પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ.
બીજી તરફ આ મામલે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહૃાું કે, ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને ગુનેગારને બચાવવાનો પ્રયાસ કેમ કર્યો? અમાનતુલ્લાહ ખાન ગુનાહિત સ્વભાવનો માણસ છે. પરંતુ આ વખતે તેને તે મોંઘુ પડશે.
એફઆઈઆર પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામિયા વિસ્તારમાં વોન્ટેડ બદમાશ શાવેજને પકડવા ગઈ હતી. શાવેજને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો હતો. આ દરમિયાન અમાનતુલ્લાહ ખાન પોતાના ૨૦-૨૫ સમર્થકો સાથે આવ્યા અને ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને ધમકાવતા કહૃાું કે, 'તમારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ. હું આવી પોલીસ અને કોર્ટમાં નથી માનતો.'
આ દરમિયાન અમાન-તુલ્લાહ ખાન અને તેમના સમર્થકોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. તેમની સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસના આઈ-કાર્ડ છીનવી લીધા હતા. આ સાથે જ આપ એમએલએ અમાનતુલ્લાહ ખાને પોલીસને ધમકી આપી હતી કે, 'આ વિસ્તાર અમારો છે, અહીંથી નીકળી જાઓ, નહીંતર જીવતા બહાર નીકળવું ભારે પડી જશે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial