Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં આવતીકાલે રજૂ થઈ શકે ઈન્કમટેકસ બિલ

સાતમી ફેબ્રુઆરીના મોદી કેબિનેટે આપી હતી મંજુરીઃ

નવીદિલ્હી તા. ૧૨: આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નવુ ઈન્કમટેકસ બિલ રજૂ કરી શકે છે.

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં નવા ઇન્કમ ટેક્સ બિલની જાહેરાત કરી હતી. જેને ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે દેશનું નવું આવકવેરા બિલ આવતીકાલે એટલે કે ગુરુવાર, ૧૩ ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થઈ શકે છે. ૭ ફેબ્રુઆરીએ કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા હતી.

કેબિનેટની મંજૂરી મળ્યા પછી, નાણામંત્રીએ આ બાબતે મીડિયા સાથે વાત કરી હતી, અને કહૃાું હતું કે આવતા અઠવાડિયે સંસદમાં એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે. નાણામંત્રીએ કહૃાું હતું કે લોકસભામાં બિલ રજૂ થયા પછી તેને વધુ ચર્ચા માટે નાણા અંગેની સંસદીય સ્થાયી સમિતિમાં મોકલવામાં આવશે.

તેમણે કહૃાું હતું કે સંસદીય સમિતિ બિલ પર પોતાની ભલામણો આપશે, ત્યારબાદ તેને ફરીથી કેબિનેટમાં મોકલવામાં આવશે. સંસદીય સમિતિની ભલામણો પછી તેને ફરીથી કેબિનેટની મંજૂરીની જરૂર પડશે. મંજૂરી મળ્યા બાદ આ બિલ ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવશે.

નવું આવકવેરા બિલ ૨૦૨૫ એ ભારતની કર પ્રણાલીમાં સુધારાના એક મોટા પ્રયાસનો એક ભાગ છે. નવા આવકવેરા બિલનો ઉદ્દેશ્ય હાલની કર પ્રણાલીમાં સુધારો કરવાનો અને તેને વધુ સુવ્યવસ્થિત, સરળ અને પારદર્શક બનાવવાનો છે.

હાલમાં ભારતમાં આ સિસ્ટમ આવકવેરા કાયદા ૧૯૬૧ના નિયમો હેઠળ કાર્યરત છે. નવું આવકવેરા બિલ પસાર થયા પછી તે આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ બનશે અને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ નું સ્થાન લેશે. પ્રસ્તાવિત બિલમાં કરદાતાઓની સુવિધા માટે સરળ ભાષાનો સમાવેશ થશે અને કર નિયમો અને તેના વિભાગોને સરળ બનાવવાના પ્રયાસમાં વિભાગોની સંખ્યામાં ૨૫-૩૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh