Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર ગુજરાતમાં ઉઠતો પ્રજામત
જામનગર તા. ૧રઃ સમગ્ર ગુજરાતમાં ટુ-વ્હીલર વાહન ચાલકો માટે ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારી સામે પ્રચંડ જનઆક્રોશ ફેલાયો છે.
ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકારના પોલીસ વિભાગે અત્યંત કડકાઈથી ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારી શરૂ કરી છે, અને વાહનચાલકો પાસેથી દંડ વસુલવાની રીતસર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અલબત પોલીસ વિભાગ (પેનલ્ટી બીગીન્સ ફ્રોમ હોમ) સૌ પ્રથમ સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરી કાર્યવાહી કરી છે પણ આ નિયમની અમલવારીથી નાના ધંધાર્થીઓ, નિમ્ન મધ્યમવર્ગ, કારીગર વર્ગ, શ્રમિક વર્ગ, નોકરિયાતવર્ગ, મહિલાઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટુ-વ્હીલરોના અકસ્માત સર્જાય તો તેવા સંજોગોમાં માથાનાં ભાગમાં જીવલેણ ઈજાથી રક્ષણ મળે અને માનવ જિંદગી બચી જાય તેવા શુભહેતુસર ફરજીયાત હેલ્મેટ અંગે સૂચના આપી છે અને તે માટે અદાલતના વિદ્વાન ન્યાયમૂર્તીઓએ શહેરી વિસ્તાર, ગામડા, હાઈ-વે, મહાનગરોના ટ્રાફિક અને ટુ-વ્હીલર વાહનચાલકોની સંખ્યા, અવર-જવર વગેરે તમામ બાબતોને ચોક્કસપણે ધ્યાનમાં લીધી જ હશે, અને સૌ કોઈએ અદાલતની સૂચનાનો આદરપૂર્વક અમલ કરવો જોઈએ પણ...તેમ છતાં સમગ્ર ગુજરાતમાં બે-ચાર મહાનગરોને બાદ કરતાં અન્ય શહેરો, ગામોમાં રસ્તાઓ, ટ્રાફિક, વાહનોની સંખ્યા, ટ્રાફિક વ્યવસ્થાઓ વગેરે અંગે ... રીતે ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારીની જરૂર નથી તેવો પ્રજામત સર્વત્ર પ્રવર્તે છે.
સાંકડા બિસ્માર માર્ગ, માર્ગાે પરના દબાણો, બજારોમાં ભીડ, ટ્રાફીક નિયમના ધાંધીયા વગેરેના કારણે ટુ-વ્હીલર વાહન માંડ ર૦-૩૦ની સ્પીડે ચલાવી શકાય તેવી સ્થિતિ હોય છે. આથી સત્વરે તો સમગ્ર ગુજરાતમાંથી એક જ અવાજ ઉઠવા પામ્યો છે કે, મહેરબાની કરી માત્ર હાઈ-વે ઉપર જ આનો કડક પણે અમલ કરાવો. કારણ કે મોટાભાગના ટુ-વ્હીલરના જીવલેણ અકસ્માતો અને તેમાંય ખાસ કરીને માથામાં ગંભીર ઈજા થવાના બનાવો હાઈ-વે ઉપર જ બનતા હોય છે. શહેરી હદમાં પણ અકસ્માતો થાય છે પણ તે આટલા ગંભીર કે જીવલેણ થતાં નથી, ઈજાઓ/ફ્રેકચર થાય છે પણ બહુ જ જુજ કિસ્સામાં અથવા નગણ્ય બનાવોમાં ટુ-વ્હીલર વાહન ચાલકનું મૃત્યુ થાય છે.
શહેરી હદ વિસ્તારમાં તો ગરીબ વર્ગના લોકો, શ્રમિકો, કારીગરો પોતાના કામે જવા રોજીરોટી કમાવા માંડમાંડ ખરીદેલા ટુ-વ્હીલરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે નાના ધંધાર્થીઓ ટુ-વ્હીલર વાહનોમાં પોતાના ધંધાને લગતા નાના-મોટા માલ સામાનની હેરફેર કરતાં હોય છે. યુવતીઓ/મહિલાઓ નાના બાળકોને સ્કૂલે/ટયુશન કે અન્ય વર્ગાેમાં તેડવા-મેલવા ટુ-વ્હીલર વાહનોનો ઉપયોગ કરે છે. મધ્યમર્ગ અને નોકરિયાત વર્ગ પણ નોકરીના સ્થળે આવવા જવા ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે.
આમ શહેરો/ગામોમાં મોટા જનસમુદાય, અને શ્રીમંત વર્ગ સિવાયના લોકો જ ટુ-વ્હીલર વાહનોનો ઉપયોગ કરે છે. ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે આ તમામ વર્ગમાં શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટના નિયમમાં છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
ગુજરાત સરકારે પણ કદાચ બીન સત્તાવર રીતે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કેસ નહીં કરવાની સૂચના આપી હતી પણ હવે ખૂદ સરકારે બાકી બધી સમસ્યાઓ કે કામોને સાઈડમાં રાખીને ફરજીયાત હેલ્મેટની અમલવારીને શા માટે ટોચની પ્રાથમિકતા આપી છે તે સમજાતું નથી...!
અત્યારે તો લોકોના મોઢે અને વ્યંગકારોના કહેવા મુજબ ઘણી વાતો વહેતી થઈ રહી છે. ભારતમાં હેલ્મેટનું ઉત્પાદન કરતી કંપનીઓના સરકાર પર સહેતુક દબાણ કારણભૂત છે. હેલ્મેટના સ્ટોકથી ઉત્પાદકોના ગોડાઉન છલકાઈ રહ્યા છે. જો ફરીથી ફરજીયાત હેલ્મેટની કડક અમલવારી શરૂથાય તો થોડો ઘણો સ્ટોક તો નીકળે...!
ગુજરાત સરકારે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ ગુજરાત હાઈ-કોર્ટમાં તર્કબધ્ધ રીતે દલીલ સાથે અને નાના શહેરો/ગામોમાં હેલ્મેટની જરૂર નથી તેવી રજૂઆત કરી માત્ર હાઈ-વે પર જ ફરીજીયાત હેલ્મેટનો કાયદો અમલ થાય તે અંગે ગુજરાત હાઈકોર્ટને ફેર વિચારણા કરવા અને તે મુજબ દિશા નિર્દેશ જાહેર કરવાની કાર્યવાહી ગુજરાતના કમસે કમ અઢી-ત્રણ કરોડ લોકો માટે કરવાની જરૂર છે.
પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પછી તે ભલે શાસક ભાજપના હોય પણ આ મુદ્દે પ્રજાની પીડા સરકાર સમક્ષ તથા અદાલત સમક્ષ રજુ કરવાની ફરજ નિભાવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial