Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમરણ પાસે બસનું ગોથું: ૧૬ને ઈજાઃ રણજીત રોડ પર મોટરે સર્જયો અકસ્માતઃ
જામનગર તા.૧૨ : દ્વારકાથી મીઠાપુર વચ્ચેના રોડ પર ભીમરાણા પાસે ટ્રક તથા ડમ્પર ટકરાઈ પડતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. મોરબીના આમરણ પાસે દ્વારકા જતી મહેસાણાની બસ ચાલકના કાબુ બહાર જઈ ગોથું મારી ગઈ હતી. જેમાં ૧૬ યાત્રાળુઓને ઈજા થઈ છે શહેરના રણજીત રોડ પર રોંગ સાઈડમાં આવેલી મોટરે ચાર સ્કૂટરને હડફેટે લીધા હતા. ખંભાળિયામાં સલાયા ફાટક પાસે એક રિક્ષા રેલવે ફાટક સાથે ટકરાઈ પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના મીઠાપુર તરફ જતા રોડ પર આવેલા ભીમરાણા ગામ પાસે ગઈકાલે એક ડમ્પર તથા ટ્રક ધડાકાભેર ટકરાઈ પડતા ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં ટ્રકનો બુકડો બોલી ગયો હતો. તે ટ્રકમાં જઈ રહેલા વ્યક્તિઓ પૈકીના એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્યને ઈજા થતાં દોડી આવેલી ૧૦૮માં સારવાર માટે ટાટા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં મીઠાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે એક તરફનો રસ્તો બ્લોક થઈ જતાં ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. જેને પોલીસે ક્લિયર કરાવ્યો હતો.
ખંભાળિયાના સલાયા રોડ પર આવેલા રેલવે ફાટક પરથી ગઈકાલે એક રિક્ષા પસાર થતી હતી. ત્યારે જ ટ્રેન આવવાનો સમય થઈ જતા ફાટક પણ બંધ કરવામાં આવી રહ્યું હતું. તે રિક્ષા ફાટક સાથે ટકરાઈ પડતા ફાટકનો પાઈપ ક્ષતિગ્રસ્ત બન્યો હતો.
મહેસાણા જિલ્લામાંથી કેટલાક શ્રદ્ધાળુઓને દ્વારકા દર્શનાર્થે લઈ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ ગઈકાલે આમરણ ધોરીમાર્ગ પરથી પસાર થતી હતી ત્યારે તે બસને અકસ્માત નડતા રોડ પર યાત્રાળુઓની ચીસો ગાજી ઉઠી હતી.
સાંજે સાડા પાંચેક વાગ્યે મોઢેરા ચોકડીથી રવાના થયેલી આ બસ મોરબીના આમરણ પાસે પહોંચી ત્યારે બસચાલકે કાબુ ગૂમાવતા બસ ગોથું મારી ગઈ હતી અને તેમાં મુસાફરી કરી રહેલા યાત્રાળુ પૈકીના ૧૬ને નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બસચાલક નાસી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી તથા રાજકોટ દવાખાને લઈ જવાયા છે. જેમાં પ્રેમિલાબેન મુકેશભાઈ પટેલ નામના વૃદ્ધાને ઈજા થઈ છે.
જામનગરના રણજીત રોડ પર ગઈકાલે સાંજે રોંડ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલી એક મોટરે સામેથી આવતા ચાર ટુ વ્હીલરને હડફેટે લીધા હતા. જેમાંથી એક સ્કૂટરચાલક ફૂટબોલની જેમ ફંગોળાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈને જીવલેણ ઈજા થઈ નથી. અકસ્માત પછી રોડ પર ટ્રાફિક અટવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial