Advertisement
Author: નોબત સમાચાર

સતત છઠ્ઠા દિવસે સવારે શેરબજાર ૮૩૦ પોઈન્ટ તૂટ્યું: ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવનો દોર

રોકાણકારોના ૬.પ૦ લાખ કરોડ ધોવાયા

મુંબઈ તા. ૧૨ આજે સતત છઠ્ઠા દિવસે સવારે શેરબજાર ૮૦૦ પોઈન્ટ જેટલું તૂટ્યું હતું. ઈન્ટ્રા-ડે વધઘટ વચ્ચે બપોરે સુધારો જોવા મળ્યો હતો.

સ્થાનિક શેરબજાર બુધવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે ખલ્યા. સેન્સેક્સ અને નિફટી બન્નેમાં ઘટાડો જોવા મળ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓના શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે ગયું. યુએસ ટેરિફ અને કોર્પોરેટ નફા અંગેની ચિંતાઓએ પણ બજાર પર ભાર મૂક્યો. સવારે ૧૦.૧પ વાગ્યે, સેન્સેક્સ ૮૩૭.૮૩ પોઈન્ટ અથવા ૧.૧૦% ઘટીને ૭પ,૪પપ.૭૭ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી પણ ર૪૧.પ૦ પોઈન્ટ અથવા ૧.૦પ% ઘટીને રર,૮૮૩૦.૩૦ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ ઘટાડાને કારણે લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૬.પ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૦ર.૦ર લાખ કરોડ રૂપિયા થયું હતું.

ઈન્ટ્રાડે વધઘટ વચ્ચે આ લખાય છે, ત્યારે બપોરે થોડો વધારો જણાય છે. રોકાણકારો હવે ભારતના ફૂગાવાના ડેટાની રાહ જોઈ રહ્યાં છે, જે બજાર બંધ થયા પછી જાહેર થશે. રોઈટર્સના સર્વે મુજબ જાન્યુઆરીમાં ગ્રાહક ભાવ ફૂગાવો પાંચ મહિનાના નીચલા સ્તરે ૪.૬% પર ઝડપથી ઘટી ગયો હોય શકે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફૂગાવો ઘટ્યો છે. ફૂગાવામાં ઘટાડો થવાથી આરબીઆઈ આર્થિક વૃદ્ધિ ધીમી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ ધીમી વૃદ્ધિને કારણે કંપનીઓની કમાણી અને ગ્રાહક ખર્ચ પર અસર પડી છે, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh