Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન પ્રતિનિધિઓ રજૂઆત સાંભળશે ?
જામનગર તા. ૧૨: જામનગરને વર્ષોથી હરિદ્વાર માટે માત્ર સપ્તાહમાં એક વખત રેલવે દ્વારા ટ્રેનની સેવા મળે છે. આ ટ્રેનના અઠવાડીયામાં ચાર ફેરા કરવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ કોઈપણ કારણોસર રેલવે દ્વારા માંગણી સ્વીકારવામાં આવતી નથી.
ભારતના સુસદ્ધ તીર્થધામોમાં હરિદ્વાર, ઋષિકેશ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પ્રત્યેક હિન્દુ પરિવાર આ બન્ને તીર્થસ્થાન અને ઉત્તરાખંડના ચારધામની યાત્રાની ઈચ્છા રાખે છે. અહિં પહોચવા માટે ઓખા-દહેરાદુન ટ્રેન અઠવાડીયામાં એક વખત દોડાવવામાં આવે છે. આ સુવિધા સારી છે અને ૩૦ વર્ષથી છે.
પરંતુ અઠવાડીયામાં એક જ વખત આ ટ્રેન દોડતી હોવાથી યાત્રીકોને ટિકિટ મળતી નથી. છેલ્લા બે દાયકાથી આ ટ્રેનના અઠવાડીયામાં બાર ફેરા કરી આપવા માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આજ સુધી સ્વીકારવામાં આવતી નથી. તાજેતરમાં ભાવનગરને વધારાનો એક ફેરો વધારવામાં આવ્યો છે.
જામનગર-રાજકોટના જન પ્રતિનિધિઓ પાસે યાત્રિકોને વધુ ટ્રેન સુવિધાની આશા રાખીને બેઠા છે. તેવી રજૂઆત સાથેની માંગણી જામનગર રીજીયન પેસેન્જર એસોસિએશનના માનદ મંત્રી ચંદ્રવદન પંડયાએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial