Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાણપ્રતિષ્ઠા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશિર્વાદ લીધા હતા
અયોધ્યા તા. ૧૨: અયોધ્યામાં ભગવાન રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ૩ ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ બાદ તેમને અયોધ્યાથી લખનૌ રિફર કરવામાં આવ્યા હતા, ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. સદ્ગતને સી.એમ, પી.એમ., સહિતના મહાનુભાવો, સંતો-મહંતો તથા ભકતો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું ૮૦ વર્ષની વયે અવસાન થયું. બુધવારે લખનઉ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ૩ ફેબ્રુઆરીના બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનઉ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.
સત્યેન્દ્રદાસ ૩૪ વર્ષથી રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહૃાા હતા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી ધ્વંસ દરમિયાન તેઓ રામલલ્લાને ખોળામાં લઈને ભાગી ગયા હતા. ત્યારથી આજ સુધી તેઓ રામલલ્લાની સેવા કરી રહૃાા હતા. રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આશિર્વાદ લીધા હતાં.
સત્યેન્દ્ર દાસનો જન્મ ૨૦ મે, ૧૯૪૫ના સંત કબીર નગર જિલ્લામાં થયો હતો. જે અયોધ્યાથી ૯૮.૪ કિમીના અંતરે છે. બાળપણથી જ તેઓ ભક્તિભાવથી ભરપૂર હતા. તેમના પિતા અવારનવાર અયોધ્યા આવતા હતા, તેઓ પણ તેમના પિતા સાથે અયોધ્યા આવતા હતા. તે પછીની તેમની કહાની લાંબી અને રસપ્રદ છે. તેઓએ વિવાદિત ઢાંચાના પતન સમયે રામલલ્લા સહિત પ્રતિમાઓની રક્ષા કરી હતી. અને તે પછી જીવનભર રામલલ્લાના ભકત અને પુજારી રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial