Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧ લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરાયોઃ
જામનગર તા.૧ર : જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચાર્જીંગમાં પડેલા બે મોબાઈલની ચોરી કરનાર બે શખ્સને પકડી લેવાયા છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતા એક નેપાળી આસામીના ફલેટમાંથી ગયા ગુરૂવારે સવારે ચાર્જીંગમાં રાખવામાં આવેલા બે મોબાઈલની ચોરી થઈ ગઈ હતી. પોલીસે રૂ.૭૦ હજારના મોબાઈલ ચોરી જનાર શખ્સના સગડ દબાવ્યા હતા. જેમાં પીઆઈ જે.જે. ચાવડાની સૂચના અને પીએસઆઈ વી.બી. બરબસીયાના વડપણ હેઠળની ટીમે સ્વામીનારાયણ નગરમાં રહેતા વિનય ઉર્ફે રાહુલ કિશોરભાઈ પરમાર તથા રજપૂતપરામાં રહેતા વિક્રમ બગદારામ માલધારી નામના બે શખ્સને દબોચી લીધા છે.
દિગ્જામ સર્કલ નજીક ઓવરબ્રિજ નીચેથી ઝડપાયેલા આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી બંને ચોરાઉ મોબાઈલ તથા જીજે-૧૦-ડીકે ૭૨૬૦ નંબરનું બાઈક કાઢી આપ્યું છે. પોલીસે રૂ.૧ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial