Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંધી યુવા સંગઠન દ્વારા
જામનગર તા. ૧૨: જામનગરના પવનચકકી સર્કલ અથવા માર્ગને અમર શહીદ હેમુ કાલાણીનું નામકરણ કરવા જામનગરના સિંધી યુવા સંગઠનના પ્રતિનિધીઓએ રાજ્યના મુખ્યમંત્રી તથા મ્યુનિ. કમિશનર, જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
હેમુ કાલાણીનો જન્મ તા. ૨૩-૦૩-૧૯૨૩માં થયો હતો અને ૨૧ જાન્યુઆરી ૧૯૪૩માં તેઓને ફાંસીની સજા આપવામાં આવેલ હતી તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમ્યાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા હતા. વિદ્યાર્થી સંગઠન સ્વરાજ સેનાના નેતા હતા. તેમણે તેમના મિત્રો સાથે વિદેશી વસ્તુઓના બહિષ્કાર માટે ઝુંબેશ ચલાવી હતી અને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને સમજાવેલ હતા. તેઓ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે શહીદ થનારા સૌથી યુવાન ક્રાંતિકારીઓમાંના એક હતા. જયારે તેઓ માત્ર ૧૯ વર્ષના હતા ત્યારે બ્રિટીશ વસાહતી સત્તાવાળાઓ દ્વારા તેમના ૨૦માં જન્મ દિવસના બે મહિના પહેલાં તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. પવનચકકી પાસેથી જતો રસ્તો નાનકપુરી સુધીમાં સિંધી સમાજના લોકો વધુ પડતા રહેતા હોય જેને લઈ સિંધી સમાજ દ્વારા અગાઉ પણ રજૂઆત કરી હતી અને હાલમાં સિંધી યુવા સંગઠન દ્વારા અમર શહીદ હેમુ કાલાણીની પ્રતિમા બેસાડવી અથવા તો સર્કલનું નામ આપવું અથવા તો પવનચકકીથી સાધના કોલોની સુધીના રસ્તાનું નામ આપવું તેવી સિંધી યુવા સંગઠને રજૂઆત કરી છે. સિંધી યુવા સંગઠ્ઠનના મયુર ચંદન, સંજય ધનવાણી, ગણેશ ભોજવાણી, ધીરજ વલેચા, હિરેન ચંદન, ગૌરવ દેવનાણી, રવિ ભોજવાણી, સુરેશ પંજવાણી, ભરત દેવનાણી, એમ. ગોપવાણી, લાલો નથવાણી સહિતના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial