Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આંગણે અતિ વિશાળ ફલક પર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પોનું તા. ૧૩ થી ૧૭ ફેબ્રુ. સુધી આયોજન

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ૭પ વર્ષની અદ્ભુત ઉજવણીઃ

જામનગર તા. ૧રઃ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ૭પ વર્ષની ઉજવણી અંતર્ગત કે.એન.ડી. કોમ્યુનિકેશન લિ.ના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં અતિ વિશાળ ફલક પર સૌ પ્રથમ વખત જામનગર ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો-ર૦રપ નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા તથા કારોબારી સભ્યોએ વિસ્તૃત જાણકારી આપી જામનગરની જનતાને આ એક્સ્પોની મુલાકાત લેવા અપીલ કરી હતી.

જામનગર-ખંભાળિયા માર્ગ પર કેશવારાસ ચોકડી, બાયપાસ પાસે, પાંચ લાખ ચો. ફૂટના વિશાળ મેદાનમાં તા. ૧૩ ફેબ્રુઆરી ર૦રપ થી તા. ૧૬ ફેબ્રુઆરી ર૦રપ સુધી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૩-ર-ર૦રપ ના દિને રાજ્યના કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસગે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

બ્રાસ ઉદ્યોગના ૭પ વર્ષના ઈતિહાસમાં બ્રાસસિટી જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં એક મંચ મળે તે પ્રકારનું કોઈ એક્ઝિબિશન જામનગરમાં યોજાયેલ ન હતું, તેથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક ઔદ્યોગિક વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે મળી રહે તે આશયથી પહેલી જ વાર જામનગરના જ આંગણે એક્સ્પો-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ એક્સ્પોના આયોજનમાં સંસ્થાને ભારત સરકારના એમએસએમઈ, એનએસઆઈસી, ઈઈપીસી, જીઆઈડીસી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર તથા ફેડરેશન ઓફ  ઈમ્પોર્ટ એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન, મેટલ રિસાઈક્લીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસો., જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો., રાજકોટ એન્જિનિયરીંગ એસો., આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસો., લોધિકા જીઆઈડીસી એસો., જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો., જામનગર હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસો., એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસો. જામનગર, આ એક્ઝિબિશનને સફળ બનાવવામાં આ સંસ્થાને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી સહકાર મળ્યો છે અને જેના ફળસ્વરૂપે રાજ્યના એમએસએમઈ વિભાગના માધ્યમથી વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મિટિંગ, સેમિનારો યોજવામાં આવનાર છે જેમાં ખાસ કરીને એનટીપીસી, વેસ્ટર્ન રેલવે, પીજીવીસીએલ, ઓએનજીસી, એસઆઈડીબીઆઈ એસબીઆઈ, એસબીજી, આઈજીટીઆર, ડીઆઈસી, ક્યુસીઆઈ, ઈઈપીસી, જીઈએમ, જીએઆઈએલ, ઓએનજીસી, એનએસઆઈસી, પાવર ગ્રીડ જેવા સરકારી સાહસોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેનાર છે. વિદેશમાં જ્યાં બ્રાસપાર્ટસની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે ત્યાંથી ખરીદદારો આ એક્ઝિબિશન દરમિયાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તેવો અમારો હેતુ હતો જેમાં આ એક્ઝિબિશનમાં બેનીન, કેમરૂન, ઈજીપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્જાનિયા, ઝિમ્બાબ્વે વિગેરે દેશોમાંથી ખરીદનારાઓ તથા ઉદ્યોગકારો જામનગરના મહેમાન બનશે.

આશરે પ લાખ ચો. ફૂટની વિશાળ જગ્યામાં યોજાનાર આ એક્સ્પોમાં આશરે ર લાખ ચો. ફૂટની જગ્યામાં, જર્મન હેંગરમાં સેન્ટ્રલ એસી ડોમમાં આશરે ર૦૦ કરતા પણ વધુ એક્ઝિબિટરો/સ્ટોલ ધારકો તેમના ઉત્પાદનો પ્રદર્શનમાં મૂકશે અને આશરે ૩૦ હજાર કરતા પણ વધુ લોકો તેની મુલાકાત લેશે જેથી નવી બિઝનેસ ઈન્કવાયરીઓ જનરેટ થશે અને વૈશ્વિક સ્તરે વેપારની નવી તકો ઊભી થશે અને જેનો જામનગરના બ્રાસઉદ્યોગને જબરો લાભ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh