Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ખીરસરામાં બે મહિના પહેલાં લૂંટ કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

સોનાના વેેઢલાની કરાઈ હતી લૂંટઃ

જામનગર તા.૧ર : કલ્યાણપુરના ખીરસરા ગામમાં બે મહિના પહેલાં રાત્રિના સમયે રૂ.૪૫ હજારના સોનાના બે વેઢલાની લૂંટ થઈ હતી. તે ગુન્હામાં પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે.

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં ગઈ તા.૧૨-૧૧-૨૪ની રાત્રે સોનાના અંદાજે રૂ.૪૫ હજારની કિંમતના બે વેઢલાની લૂંટ થઈ હતી. જેની પોલીસમાં ફરિયાદ કરાતા તપાસ શરૂ થઈ હતી.

તે દરમિયાન કલ્યાણપુરના પીઆઈ કે.બી. રાજવીના વડપણ હેઠળની ટીમે ખીરસરા ગામના જ લખમણ અરભમ ખુંટી અને પોરબંદરના દેગામના જયમલ મુળૂભાઈ સુંડાવદરા, બગવદરના સહદેવ જેઠાભાઈ બાપોદરા નામના ત્રણ શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સોની રાવલ ગામમાંથી અટકાયત કરી પોલીસે પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુન્હાની કબૂલાત આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh