Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબા તથા રાણ ગામમાં બે વ્યક્તિએ ઝેરના પારખા કર્યાઃ
જામનગર તા. ૪: ધ્રોલના મોટા વાગુદળ ગામમાં રહેતા એક યુવતીને ઘરકામ બાબતે ઠપકો આપવામાં આવતા તેણીએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. કલ્યાણપુરના રાણ ગામમાં એક વૃદ્ધે અગમ્ય કારણથી ઝેરના પારખા કરતા તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત લાંબા ગામના યુવાને અકળ કારણથી વિષપાન કર્યા પછી તેઓ પર પણ કાળનો પંજો પડ્યો છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ કરી છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં વસવાટ કરતા વનરાજસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના પ્રૌઢના વીસ વર્ષના પુત્રી હિરલબાએ ગઈકાલે સવારે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખામાં નાળા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવતીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
બનાવથી પોલીસને વાકેફ કરવામાં આવતા ધ્રોલ પોલીસનો કાફલો દોડી ગયો હતો. મૃતકના પિતા વનરાજસિંહનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમના પુત્રી હિરલબાને ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી હિરલબાએ આ પગલું ભર્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ અરશીભાઈ મંડોરા (ઉ.વ.૩૦) નામના પ્રજાપતિ યુવાને ગઈ તા.૨૯ના દિને સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા ભીખુભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હરીશભાઈ ટપુભાઈ મંડોરાએ પોલીસને જાણ કરી છે. આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આરંભાઈ છે.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતા જમનભાઈ રૂડાભાઈ પરમાર નામના ત્રેસઠ વર્ષના સતવારા વૃદ્ધે ગયા બુધવારે અગમ્ય કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન ગઈકાલે આ વૃદ્ધનું મૃત્યુ થયું છે. મૃતકના નાનાભાઈ કાનાભાઈ પરમારનું નિવેદન નોંધાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial