Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકની કેબીન સળગ્યા પછી પાછળના ભાગમાંથી મળ્યોઃ
જામનગર તા. ૪: જામનગર નજીકના શાપર ગામના પાટિયા પાસે ગુરૂવારે સાંજે એક ટ્રકની કેબીનમાં આગ ભભૂકી હતી. તેને કાબુમાં લેવાયા પછી આ ટ્રકની થોડે દૂરથી એક અજાણ્યા વ્યક્તિનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને કબજે લઈ તપાસ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ નજીકના શાપર ગામના પાટિયા પાસે ગયા ગુરૂવારે સાંજે એક ટ્રકની કેબીનમાં કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની લપેટોએ કેબીનને ઘેરી લીધી હતી.
ત્યાં હાજર લોકોએ આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને જામનગર ફાયરબ્રિગેડને તેની જાણ કરવામાં આવી હતી. જામનગરથી ફાયરબ્રિગેડના જવાનો ધસી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
તે દરમિયાન સિક્કા પોલીસે આ ટ્રકના નંબર પરથી તેના માલિકનું નામ, સરનામુ મેળવ્યું હતું અને તેનો સંપર્ક કર્યાે હતો પરંતુ આ વ્યક્તિનો સંપર્ક થઈ શક્યો નથી.
આ ટ્રકની પોલીસે તલાશી લીધી હતી. તેમાં ડ્રાઈવર કે કોઈ અન્ય વ્યક્તિ મળી આવ્યા ન હતા તે પછી ટ્રક જ્યાં હતો તેની પાછળના ભાગમાં તપાસ કરાતા ત્યાંથી કોહવાઈ ગયેલો એક મૃતદેહ મળી આવ્યો છે. તેના શરીર પર ગંજી અને ચડ્ડી ધારણ કરેલા છે. પોલીસે અંદાજે પિસ્તાલીસેક વર્ષની વયના લાગતા અજાણ્યા પુરૂષનો મૃતદેહ કબજે લઈ તેને પી.એમ. માટે જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડ્યો હતો જ્યાં તેનું ગઈકાલે પી.એમ. કરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં ખૂલ્યા મુજબ આ વ્યક્તિનું આઠેક દિવસ મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે શાપર ગામના અશ્વિન લલીતભાઈ હિંસુનું નિવેદન નોંધ્યું છે. પીએસઆઈ આર.એચ. બારે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial