Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડમાં મહિલાએ કરી હતી આત્મહત્યાઃ
જામનગર તા. ૪: કાલાવડના એક મહિલાએ ગયા મહિને પોતાના પાડોશીઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે નિવૃત્ત નાયબ મામલતદાર સહિત દસ સામે ગુન્હો નોંધ્યો હતો. જેલ હવાલે થયેલા છ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
કાલાવડના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રામીબેન ઉગાભાઈ સોંદરવા નામના મહિલાએ થોડા દિવસ પહેલાં પોતાના પાડોશમાં રહેતા વ્યક્તિઓના ત્રાસથી કંટાળી જઈને ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેની નોંધાયેલી ફરિયાદના આધારે નિવૃત્ત નાયબ મામલતદાર વીરજીભાઈ સોંદરવા, રેખાબેન સોલંકી, અમુભાઈ સોલંકી, ગોવિંદ સોલંકી, કિશોર સોલંકી, વિનોદ સોલંકી વગેરે સામે ગુન્હો નોંધી ઉપરોક્ત આરોપીની ધરપકડ કરી હતી.
જેલહવાલે થયેલા આરોપીઓમાંથી છ આરોપીઓએ જામીનમુક્ત થવા જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સામાન્ય ઝઘડો થાય તો તેને આત્મહત્યાની દુષ્પ્રેરણા ન ગણી શકાય તેવી દલીલ કરાઈ હતી. અદાલતે નાયબ નિવૃત્ત મામલતદાર સોંદરવા સહિતના છ આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, રાહુલ મુછડીયા અને પાર્થ કે. બગડા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial