Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુજ બીતી તુજ બીતશે... ધીરી બાપુડિયા!
રાજકોટ/અમદાવાદ તા. ૪: હવે ત્રીજા તબક્કામાં મતદાનનો સમય નજીક આવતો જાય છે, તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. વીરામગામથી એવા અહેવાલો આવ્યા કે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પ્રચાર કરવા જાય, ત્યારે ક્ષત્રિયો દ્વારા તેમનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પાટીદાર આંદોલનની યાદ તાજી થઈ જાય છે, અને 'તુજ બીતી તુજ બીતશે... ધીરી બાપુડિયા' જેવી કાવ્યપંક્તિઓ યાદ આવી જતી હોય તેમ જણાય છે, જેનો મતલબ થાય છે કે ખરતા પાનને જોઈને મજાક કરતી કુપણોએ યાદ રાખવું જોઈએ કે આજે જે હાલત ખરી રહેલા પાનની છે, તે ભવિષ્યમાં પોતાની પણ થવાની જ છે.
પાટીદાર આંદોલન સમયે ભાજપને ભીડવવા થાળીઓ વગાડીને, ભાજપના નેતાઓને ભગાડીને જે આંદોલનકારી રીત-રસમો અપનાવાઈ હતી, તેનું જાણે રિ-પ્લે થઈ રહ્યું છે, માત્ર ફરક એટલો છે કે તે સમયે મુખ્ય આંદોલનકારી પાટીદાર યુવાનો હતાં, જ્યારે આ વખતે ક્ષત્રિય આંદોલનકારીઓ છે!
જો કે, એક ક્ષત્રિય આગેવાને પાઘડી ઉતારીને કહ્યું કે રૂપાલાએ આ ગુસ્તાખી કરીને પાટીદાર અને ક્ષત્રિય સમાજને એકજુથ કરી દીધા છે. બીજી તરફ રાજકોટમાં કડવા-લઉવા પાટીદારો વચ્ચે વૈમનશ્ય ઊભું થાય, તેવી પત્રિકાઓ ફરતી થઈ હોવાની વાતો વહેતી થઈ છે, જ્યારે બીજી તરફ હવે મતદાનની આડે થોડા કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે કોઈપણ પ્રકારની અફવાઓ, ઉશ્કેરણી કે ભ્રમ ફેલાવતી પ્રવૃત્તિઓથી સાવધ રહેવાની અપીલો પણ થઈ રહી છે.
એવા અહેવાલો આવ્યા છે કે, સુરેન્દ્રનગર પંથકમાં, રાહુલ ગાંધીનું પૂતળાદહન કરીને રાજા-રજવાડા વિષે તેમણે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી નહીં હોવાથી રાહુલ ગાંધીનો વિરોધ પણ ક્ષત્રિયોએ રૂપાલા વિરોધી આંદોલનની તીવ્રતાથી જ કરવો જોઈએ અને કોઈ રાજકીય પક્ષને ફાયદો કરાવવાના બદલે ભાજપ અને કોંગ્રેસ બન્ને સામે સમાન રીતે આંદોલનો ચલાવવા જોઈએ. કેટલાક લોકો એમ પણ કહે છે કે, રૂપાલાએ માફી માગી, પણ રાહુલ ગાંધી કે કોંગ્રેસે નથી માંગી તેનું શું?
કેટલાક લોકો રાહુલ ગાંધીના નિવેદનને હળવાશથી લેવા પાછળ તેમનું નિવેદન રૂપાલા જેટલું વાંધાજનક નહીં હોવાનો તર્ક રજૂ કરે, ત્યારે ક્ષેત્રિય વર્તુળો તેની સાથે સહમત થતા નથી. ટૂંકમાં આ આંદોલન હવે ઝડપથી સમેટાઈ જાય તેવું લાગતું નથી અને વર્ષ ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી લંબાશે, તેવા થઈ રહેલા દાવાઓના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.
જે હોય તે ખરૂ, પરંતુ અત્યારે તો આ મુદ્દો ભાજપની ગળાની ફાંસ જેવો બન્યો છે, અને ભૂતકાળની પાટીદાર આંદોલનની જેમ જ લાંબો ચાલશે, તેમ જણાય છે, તો બીજી તરફ ભાજપના જ હાંસિયામાં ધકેલાઈ ગયેલી લોબી ખેલ ખેલી રહી હોય, તેવી આશંકાઓ અંગે પણ ગુપચુપ ગપસપ કે ગુસફૂસ થઈ રહી હોવાથી હવે ચોથી જૂનના પરિણામો સુધી રાહ જોવી રહી. બીજી તરફ સાતમી મે ના કેજરીવાલને જામીન મળી જાય, તેવી સંભાવનાઓની અસરો ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રચાર પણ પડી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial