Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને
જામનગર તા. ૪: લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમને હાલારના બન્ને જિલ્લામાંથી વિવિધ સમાજો તરફથી સમર્થન મળી રહ્યું છે.
જામનગરના ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે સતત કાર્યશીલ સંસદ સભ્ય અને સાચા સમાજ સેવક તરીકે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને બિરદાવી તેમને સમગ્ર સમાજનું સમર્થન જાહેર કર્યું હતં.
ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન જનતાની સાથે અને જનતાની વચ્ચે ઉભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ લાવવાની બખૂબી જવાબદારી પૂનમબેન માડમે નિભાવી છે. આવા કર્તવ્યનિષ્ઠ સાંસદ પૂનમબેન માડમને ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે પ્રચંડ સમર્થન આપ્યું છે. તેઓ ફરીવાર એટલે કે ત્રીજી ટર્મમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં સાક્ષી બને અને તેમાં પૂનમબેન માડમનું પણ યોગદાન જોડાયેલું રહે, તે માટે સમગ્ર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પૂનમબેન માડમ પોતાના ત્રીજી ટર્મમાં પાંચ લાખ મતોના વિશાળ માર્જિનથી વિજયી બને, તેવી પ્રભુ શ્રીરામ અને માતા જાનકીના ચરણોમાં સર્વે સમાજન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર સાધુ સમાજે પૂનમબેન માડમને વિશ્વાસ આપ્યો છે કે તેઓ હર હંમેશા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી તેમજ પૂનમબેન માડમની સાથે જ ઉભો છે, અને હર હંમેશા સમગ્ર સમાજ સાથે જ ઉભો રહેશે.
આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમનું સ્વસ્થ્ય ખૂબ જ સારૂ રહે, અને આવનારો ત્રીજી ટર્મનો કાર્યકાળ પણ ખૂબ જ ઉજવળ બની રહે, અને ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં જામનગરના પણ ખૂબ મોટો ફાળો રહે, તેવી પ્રાર્થના કરવામાં આવી હોવાનું ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ કિશોરભાઈ એમ. દેવમૂરારી તથા સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial