Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય નેતાઓના ઝંઝાવાતી પ્રવાસોઃ છેલ્લા કલાકોમાં પ્રચંડ પ્રચારઃ ચૂંટણીતંત્ર સજ્જઃ છેલ્લી ઘડીની ગોઠવણો તેજ
અમદાવાદ તા. ૪: ગુજરાતમાં ૭ મી મે ના દિવસે રપ બેઠકો માટે મતદાન થશે. આવતીકાલે સાંજથી પ્રચાર પડધમ શાંત થઈ જશે. ચૂંટણીતંત્ર સજ્જ છે, અને રાજકીય નેતાઓ છેલ્લા કલાકોમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાતમાં મંગળવારે મતદાન થવાનું છે, તેથી આવતીકાલે રવિવારે સાંજે ૬ વાગ્યાથી પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. એટલે કે તે પછી પ્રચાર સભાઓ, રેલી, રોડ-શો વગેરે યોજી નહીં શકાય, જો કે ડોર-ટુ-ડોર પ્રચાર થઈ શકશે. જામનગર સહિત સમગ્ર ગુજરાતની રપ બેઠકો પર મતદાન થનાર છે, ત્યાંથી બહારના લોકોએ બહાર જતા રહેવું પડશે. ગુજરાતમાં સુરતની બેઠક ભાજપને બિનહરિફ મળી છે, અને બાકીની રપ બેઠકોના ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરવાના છે, ત્યારે કાલે સાંજ પછી વિવિધ ખાનગી બેઠકો યોજાશે અને વ્યૂરચનાઓ ઘડાશે. સોમવારની રાત ઉમેદવારો માટે રાજકીય રીતે કતલની રાત હશે, અને ધોમધખતા ઉનાળામાં ઊંચુ મતદાન કરાવવામાં પડકાર પણ તંત્ર ઉમેદવારો અને પક્ષોને રહેવાનો છે.
મતદાનને આડે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શુક્રવારની સાંજે અમદાવાદ આવી ગયા હતાં. શનિવારે તેઓ છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે. ત્યારપછી સંઘ પ્રદેશ દમણમાં પ્રચાર કરીને રાતે અમદાવાદ આવશે. તેઓ મતદાનના દિવસ સુધી દરરોજ રાતે અમદાવાદ આવી ભાજપની વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી, ગાંધીનગર, પેટલાદ સહિત ત્રણ સ્થળે ભાજપનો પ્રચાર કરશે. ઉપરાંત શનિવારે મહારાષ્ટ્રના સાંસદ નવનિત રાણા અને રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહ્યા છે. ભાજપના નેતાઓના ચૂંટણી પ્રચાર કાર્યક્રમોની સમાંતર કોંગ્રેસના પ્રિયંકા ગાંધી શનિવારે બનાસકાંઠાના લાખણીમાં સભા આજે સંબોધી હતી. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી અને સાંસદ શશિ થરૂર વડોદરામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
છેલ્લા બે દિવસોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતમાં કુલ આઠ જેટલી જાહેર સભાઓને સંબોધશે. તદ્ઉપરાંત રાજ્ય સરકારના તમામ મંત્રીઓને સોંપાયેલા લોકસભા ક્ષેત્રના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અને મતદાન વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા પહોંચવા પ્રદેશ કાર્યાલયમાંથી આદેશો થઈ રહ્યા છે. જેઓ રવિવારે બપોર પછી ભાજપના ઉમેદવારોના રોડ-શોમાં પણ સામેલ થશે. કોંગ્રેસના ઉમેદવારોએ પણ છેલ્લા દિવસે રોડ-શો અને ચૂંટણી પ્રચાર માટે સ્થાનિક કલાકારો સાથે રાખવાનું આયોજન કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, રવિવારની સાંજે ૬ કલાકે પ્રચાર પડઘમ શાંત થયા પછી સોમવારે ઉમેદવારો વ્યક્તિગત ધોરણે પ્રચાર કરી શકે છે. પ્રચાર પદધમ શાંત થયા પછી મતદાર વિસ્તારમાં વેલચિત્રો ટેલિવિઝન કે અન્ય માધ્યમથી ચૂંટણી સંબંધિત બાબત પ્રદર્શિત નહીં કરી શકાય. મતદારોને આકર્ષવા સંગીન સમારોહ, નાટકીય રજૂઆત, અન્ય મનોરંજન કે આનંદપ્રમોદનું આયોજન નહીં કરી શકાય. સરઘસ કાઢનારા, ચૂંટણી પ્રચારકો વિગેરે અહીંના મતદાન ન હોય તો મતદાર વિભાગમાં હાજર નહીં રહી શકે. ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial